‘પદ્માવતી’માં અલાઉદ્દીનના રોલમાં હશે રિત્તિક

મુંબઇ: સાંભળવા મળ્યું છે કે ફિલ્મ પદ્માવતીમાં રણવિર સિંહ અને શાહરૂખ ખાન પછી હવે એક નવું જ નામ સામે આવ્યું છે. આ નામ બીજા કોઇનું નહીં પરંતુ રિત્તિક રોશનનું જ છે.

જણાવી દઇએ કે અલાઉદ્દીન ખિજલીના રોલમાં રણવીર સિંહ પર વિચાર કરવામાં આવ્યો હતો. દીપિકાની સાથે તેની જોડી ભંસાલીની ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાનીમાં હીટ રહી છે. સૂત્રોના અનુસાર, રણવીર આ રોલને પોતાના કારણે જ ગૂમાવી શકે છે. તેને ભંસાલીની સ્ક્રિપ્ટ નેરેશન માંગી લીધી હતી. ભંસાલીને આ વાત સારી લાગી નહતી.

ભંસાલીએ રિત્તિકને બોર્ડ પર લાવવાનો પ્રયત્ન કર્યો. એક બીજા સૂત્રનું કહેવું છે કે, ”રણવીરે ભંસાલીનો ઇગો હર્ટ કર્યો છે. એટલા માટે તે એનાથી નાખૂશ છે. પરંતુ એવું લાગે છે કે છેલ્લે તો તેની સાથે જ ફિલ્મ કરશે.”

પરંતુ લાગે છે કે ભંસાલી બતાવવા માંગે છે કે રણવીરને રિપ્લેસ કરવા માટે બીજા અભિનેતાઓને અપ્રોચ કરી રહ્યા છે. આ સમાચાર રણવીરને ખબર પડશે તો તે પાછો આવી જશે.

You might also like