જુઓ, કાબિલના મોસન પોસ્ટરમાં રિતિકનો નવો અવતાર

મુંબઇઃ બોલિવુડ સ્ટાર રિતિક રોશનની અપકમિંગ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કાબિલનું  નવું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પહેલું પોસ્ટર 23 ઓક્ટોબરે રિલીઝ થયું હતું. ફિલ્મના પહેલાં પોસ્ટરમાં માત્ર રિતિક અને તેની આંખો જ બતાવવામાં આવી હતી.

મોશન પોસ્ટરમાં રિતિકના હાથમાં લાકડી છે. જેનાથી સ્પષ્ટ જોવા મળે છે કે રિતિક આ ફિલ્મમાં એવી વ્યક્તિનો કિરદાર નિભાવી રહ્યો છે. જે જોઇ શકતો નથી. પરંતુ પોસ્ટર પર એવું લખ્યું છે કે એવી વ્યક્તિ જે બધુ જ જોઇ શકે છે.


ફિલ્મ કાબિલ રિતિકના પિતા રાકેશ રોશન પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. રિતિકે ટવિટર પર આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કર્યું છે. ફેન્સ સાથે પોસ્ટર શેર કરતા રિતિકે લેખ્યું છે કે તેમની નબળાઇ જ તમેની તાકાત છે.  રિતિકની ફિલ્મ કાબિલ આગામી વર્ષે 26 જાન્યુઆરી 2017ના રોજ રિલીઝ થશે. સંજય ગુપ્તા ડાયરેક્શન આ ફિલ્મમાં રિતિક રોશનની ઓપોઝિટ યામી ગૌતમ જોવા મળશે.

You might also like