મોહે જો દડો મારી સારી ફિલ્મોમાંથી એક હશે: રિતિક

મુંબઇ: અભિનેતા રિતિક રોશનનું કહેવું છે કે આગામી ફિલ્મ ‘મોહન જોદડો’ તેની કરિયરની સારી ફિલ્મોમાંથી એક હશે. આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

રિતિકે કહ્યું કે, ‘હું સમયના ચક્રવાતમાં પાછળની તરફ ભાગી રહ્યો છું. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ મારો સારો રહ્યો. મારું માનવું છે કે મારી સૌથી સારી ફિલ્મોમાંથી એક હશે અને મને આશા છે કે જ્યારે દર્શકો મને આ ફિલ્મમાં જોશે તો તે પણ તેની સાથે સંમત થશે.’

ફિલ્મ સિંધુ ઘાટી સભ્યતા યુગ દરમિયાનના પ્રાચીન શહેર મોહન જોદડોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, કબીર બેદી પણ મુખ્ય ભૂમિકામાં છે. આશુતોષ ગોવારિકરની સાથે આ રિતિકની બીજી ફિલ્મ છે. આ પહેલા તે લોકોએ 2008માં જોધા અકબરમાં સાથે કામ કર્યુ હતું.

You might also like