રિતિક રોશનની ફિલ્મ “કાબિલ”નું મોશન પોસ્ટર રિલીઝ

મુંબઇઃ ફિલ્મ જબ્બાના ડાયરેક્ટર સંજય ગુપ્તાની રિતિક રોશન સ્ટારર આગામી ફિલ્મ કાબિલનું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. સંજય ગુપ્તાએ ટવિટર પર ફિલ્મના મોશન પોસ્ટરને રિલીઝ કર્યું છે. મોશન પોસ્ટરમાં રિતિકની આંખો દેખાડવામાં આવી છે. મોશન પોસ્ટરમાં રિતિકના ઇન્સેટ લુકમાં ફેન્સના દિલમાં વાર્તાનું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. રિતિકે પણ પોતાના ફેન્સ માટે આ પોસ્ટર પર શાનદાર કેપ્શન લખીને ટવિટર પર શેર કર્યા છે.

આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે કોઇ ફિલ્મના શૂટિંગની શરૂઆતમાં જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રિતિકે આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરી દીધી છે.


સંજય ગુપ્તા રિતિકના પરર્ફોમન્સ તેના કામના ડેડિકેશનથી ખૂબ જ ખુશ છે. તે વાતનો ઉલ્લેખ તેમણે ટવિટર પર પણ કર્યો છે.


આ ફિલ્મમાં રિતિક સાથે યામી ગૌતમ પણ જોવા મળશે. યામી પહેલી વખત રિતિક સાથે કામ કરી રહી છે. આગામી વર્ષે 26 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની ફિલ્મ રઇઝ પણ તે જ દિવસે રિલીઝ થવાની છે.

You might also like