શાહરૂખ સાથેની દોસ્તીમાં ક્લેશ ન થવું જોઈએ: હૃતિક

હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખ ખાનની રઈસમાં ક્લેશને લઈને બંને જૂથોમાં ખૂબ નિવેદનબાજી થઈ રહી છે, સારી વાત છે કે આ અંગત નિવેદનબાજી પર બંને ફિલ્મોના લોકોની મર્યાદાનો ખ્યાલ છે. રઇસ અને કાબિલ વચ્ચેની ટક્કરને લઈને થયેલી વાતચીતમાં બંને ફિલ્મો સાથે રલીઝ થઈ રહી છે, ફિલ્મો વચ્ચે ભલે ક્લેશ થાય પરંતુ હૃતિકનું કહેવું છે કે શાહરુખ સાથેની દોસ્ચી વચ્ચે ક્લેશ ન થવો જોઈએ.

હૃતિક કહે છે કે હવે જ્યારે બંને ફિલ્મોની રિલીઝ નક્કી થઈ ચૂકી છે તો હું નથી માનતો કે શું થઈ શકતું હતું અથવા શું થઈ શકે છે. હું વિચારું છું કે હવે આગળ થનારી ટક્કરમાં હું શું કરી શકું છું. હવે જે પણ સૌથી સારી હોઈ શકે તો હું કામ કરશું. એવું કઈંક શાહરુખ પણ કરી રહ્યો છે. શાહરુખ અને હું બંને મિત્રો પણ છીએ અને બિઝનેસમેન બંનેનું પોતપોતાનું મુકામ છે. ભલે ફિલ્મો વચ્ચે ટક્કર થાય પરંતુ અમારી મિત્રતા વચ્ચે કોઈ ક્લેશ નથી.

હૃતિક અને શાહરૂખ સારા મિત્રો છે. બંને વચ્ચે ક્યારેય મતભેદોની ખબર નથી આવી. હૃતિકનું કહેવું છે કે તે હમણા પોતાની ફિલ્મને લઈને ખૂબ મહેનત કરી રહ્યો છે. કાબિલમાં રિતિક રોશન એક નેત્રહિન વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. હૃતિકનું માનવું છે કે આ રોલ તેમના માટે ઘણો પડકારજનક રહ્યો છે. હૃતિક કહે છે કે આ ફિલ્મમાં તેમને એક હીરોની જેમ નહિ પરંતુ એક સામાન્ય સામાન્ય, સાચા અને ઇમાનદાર વ્યક્તિની જેમ વર્તવાનું હતું.

You might also like