ઋ‌ત્વિક રોશનના નામે કંગના સાથે ઇ-મેઇલની અાપ-લે અમેરિકાથી થતી હતી

મુંબઈ: ઋ‌િત્વક રોશનના નામે બનાવના ઇ-મેઇલનો જે વિવાદ ચાલી રહ્યો છે તે એડ્રેસ અમેરિકાથી અોપરેટ કરવામાં અાવતું હોવાનું સાયબર પોલીસે જણાવ્યું છે. સાયબર પોલીસે અાઈપી એડ્રેસના માધ્યમથી ઇ-મેઇલનું સ્થળ શોધી કાઢ્યું છે. ઋ‌િત્વકે દાવો કર્યો હતો કે તેણે ક્યારેય કંગના સાથે વાત કરી નથી. તેના કહેવા મુજબ અા બાબત પ્રકાશમાં અાવી પછી તેણે ફોન કરીને કંગનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંગનાઅે તેની સાથે વાત કરી ન હતી.

બીજી બાજુ કંગનાઅે પણ અેવો દાવો કર્યો હતો કે તે ઇ-મેઇલ એડ્રેસ દ્વારા તેની સાથે ઋ‌િત્વક જ વાત કરતો હતો. તેણે ઉપજાવેલા અારોપો બનાવટી છે.  ઋ‌િત્વક અને કંગનાઅે સામસામે લીગલ નોટિસ અાપ્યા બાદ અા વિવાદાસ્પદ સંઘર્ષ ચાલુ છે. તાજેતરમાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરાયેલી એફઅાઈઅારમાં ઋ‌િત્વકે કહ્યું કે કંગના ઇ-મેઇલ પર બનાવતી વ્યક્તિ સાથે સંવાદ કરતી હતી.

અા સંદર્ભે સાયબર પોલીસે સ્ટેટમેન્ટ નોંધવા માટે કંગનાને સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે સાયબર પોલીસ સ્ટેશનમાં ના ગઈ.  સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઅે જણાવ્યું કે અમે અા કેસમાં હજુ તપાસ કરી રહ્યા છે. ઋ‌િત્વકે જણાવ્યું કે કોઈ બનાવટી ઇ-મેઇલ એડ્રેસ દ્વારા તેના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના સાથીઅો સાથે સંવાદ કરે છે. તપાસમાં સૂચિત ઇ-મેઇલ એડ્રેસનું અાઈપી એડ્રેસ અમેરિકાનું જણાયું હતું. સામસામે ઇ-મેઇલ પર જે પિક્ચર્સ અને વીડિયો મોકલાયા તે અંગત પ્રકારના હતા.

You might also like