ઋત્વિકની અેક્સ વાઈફ સુઝાન વિરુદ્ધ ૧૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો

પણજી: બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન વિરુદ્ધ ૧૫ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ થયો છે. રિયલ અેસ્ટેટ કંપનીના મેનેજરે તેની પર માનહાનિનો દાવો કર્યો છે. મુદિત ગુપ્તાના વકીલ રણજિત શેટ્ટીઅે જણાવ્યું કે એમ્ગી પ્રોપર્ટીઝના મેનેજર મુદિત ગુપ્તાઅે ગોવામાં સિનિયર સિટી ડિવિઝન કોર્ટ સમક્ષ સુઝાન વિરુદ્ધ કેસ કર્યો છે.

કોર્ટે ૨૦ જુલાઈના રોજ કેસની સુનાવણીની તારીખ નક્કી કરી છે. એમ્ગી પ્રોપર્ટીઝે પહેલાં પણજી પોલીસ સમક્ષ સુઝાન વિરુદ્ધ ૧.૮૭ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ખાને મુંબઈ હાઈકોર્ટની ગોવા ખંડપીઠ સમક્ષ ફઅાઈઅારને
પડકારી છે.

અા ઘટનામાં ગુપ્તાઅે સુઝાનના વિવિધ મીડિયા નિવેદનોને ધ્યાનમાં લઈને તેની વિરુદ્ધ કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીઅે સુઝાન સામે કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેમની સાથેનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે સુઝાને અાર્કિટેક હોવાનો ખોટો દાવો કર્યો હતો. કાઉન્સિલ અોફ અાર્કિટેકમાં સુઝાનનું નામ રજિસ્ટર્ડ નથી. સુઝાન ખાનનું તેમની અાશાઅો પ્રમાણે થઈ ન શક્યું ત્યારે કંપનીને શંકા ગઈ કે સુઝાન અાર્કિટેક અને ડિઝાઈનર છે કે નહીં.

You might also like