આતંકી હુમલાથી બચ્યો રિતિક રોશન

મુંબઇઃ તુર્કીના ઇસ્તાંબુલમાં થયેલા આતંકી હુમલામાં બોલિવુડ અભિનેતા રિતિક રોશન માંડ માંડ બચ્યો છે. હુમલાના થોડા સમય પહેલાં જ રિતિક એરપોર્ટ પર હતો. ત્યાંથી તે નિકળ્યોને તરત જ આ હુમલો થયો હતો. જે અંગે માહિતી ખુદ રિતિકે ટવિટર પર આપી છે. રિતિકે ટવિટ કર્યું છે કે ઇસ્તાંબુલ એરપોર્ટ પર જે સમયે ત્રણ આત્મઘાતી હુમલા થયા તેના થોડા સમય પહેલાં જ તે એરપોર્ટ પર હતો. રિતિક ત્યાં ફરવા માટે ગયો હતો.

રિતિકે ટવિટર પર જણાવ્યું છે કે તે કેવી રીતે આટલા મોટા હુમલામાંથી બચી શક્યો છે. રિતિકે જણાવ્યું છે કે તેણે ઇસ્તાંબુલથી ભારત પરત આવવાની ફ્લાઇટ પકડવાની હતી. પરંતુ કેટલાક કારણો વશ તેનાથી આ ફ્લાઇટ મિસ થઇ ગઇ હતી

રિતિકને જ્યારે હુમલા અંગે માહિતી પ્રાપ્ત થઇ ત્યારે તેણે ટવીટર પર ઘટના અંગે પોતાનું મંતવ્ય લખ્યું હતું. સાથે ટવીટર પર આતંક સાથે એક જૂથ થઇને લડવાની વાત કરી હતી.

રિતિક તેના સંતાનો રેહાન અને રિધાન સાથે સ્પેન અને આફ્રિકા ફરવા માટે ગયો હતો. ફરીને તે ઇસ્તાંબુલ એરપોર્ટ પર ફ્લાઇટ પકડવા માટે ગયો હતો.

 

You might also like