એ પાર્ટીમાં કંગના અને ઋત્વિક સાથે સુઝાન પણ હાજર હતી

મુંબઈ: કંગના અને ઋત્વિક રોશનની વચ્ચે ઇ-મેઇલ હેકિંગ વિવાદમાં સામે અાવેલી ઋત્વિક કંગનાની તસવીરને લઈને એક નવો ખુલાસો થયો છે. તે જ ઇવેન્ટ સાથે જોડાયેલી અન્ય કેટલીક તસવીરો સામે અાવી છે. તેમાં ઋત્વિકની એક્સ વાઈફ સુઝાનખાન પણ જોવા મળી હતી. અા ફોટો સામે અાવ્યા બાદ ઋત્વિકના કંગના સાથે ‘સ્ટ્રિક્લી પ્રોફેશનલ’ રિલેશનશિપના દાવા પર સવાલ ઊઠી રહ્યા છે.

અા ફોટો ૪ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ અર્જુન રામપાલના ઘરે થયેલી એક પાર્ટીનો છે. અા પાર્ટીમાં ઋત્વિક પોતાની પત્ની સુઝાનની સાથે ત્યાં પહોંચ્યો હતો. અહીં કંગના પણ અાવી હતી. સુઝાન પાર્ટીને અધવચ્ચે છોડી બાળકોની સાથે ઘરે ચાલી ગઈ હતી. જ્યારે ઋત્વિક મોડી રાત સુધી પાર્ટીમાં સામેલ હતો. અા દરમિયાન તે કંગના સાથે ઇન્ટિમેટ થતો જોવા મળ્યો હતો.

એવું સૂત્રોઅે જણાવ્યું કે અા વાતની જાણ સુઝાનને થયા બાદ બંનેના સંબંધોમાં કડવાશ અાવી હતી. બાદમાં બંનેના છૂટાછેડા થયા.  ઋત્વિક પહેલેથી જ કંગના સાથેના સંબંધોને નકારી રહ્યો છે. તેનો દાવો છે કે તેના કંગના સાથે ‘સ્ટ્રિક્લી પ્રોફેશનલ’ રિલેશન છે. તસવીર સામે અાવ્યા બાદ કંગનાના વકીલે સવાલ કર્યા છે કે અા તસવીરમાં જવાબ અાપે. અા રિલેશનશિપ પર્સનલ છે કે પ્રોફેશનલ.

You might also like