ઋત્વિક-કંગના વચ્ચે ‘નજદિકિયાં’ હતી

નવી દિલ્હી: હેકિંગ વિવાદમાં કંગના અને ઋત્વિક રોશન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અેક નવો વળાંક અાવ્યો છે. કંગના સાથે પોતાના સંબંધોને સતત નકારી રહેલા ઋત્વિક રોશનની એક તસવીર સામે અાવી છે જેમાં તે કંગના સાથે જોવા મળે છે. તસવીર પરથી સ્પષ્ટ કહી શકાય કે ઋત્વિકનો અે દાવો ખોટો છે કે કંગનાને ક્યારેય પર્સનલી મળ્યો નથી.

ઋત્વિક-કંગનાના વિવાદોની વચ્ચે સુઝાન બાળકોને લઈને વિદેશ ઉપડી ગઈ

ઋત્વિકના વકીલ દીપેશ મહેતાઅે કંગનાને મોકલેલી નોટિસમાં કહ્યું હતું કે મારા ક્લાયન્ટે માત્ર બે ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને બંને વચ્ચે માત્ર પ્રોફેશનલ સંબંધો છે. અા સિવાય ઋત્વિક અને કંગના વચ્ચે કોઈપણ પ્રકારના સામાજિક, પર્સનલ કે અાધ્યાત્મિક સંબંધો નથી. કંગનાને અા નોટિસ ૧૬ ફેબ્રુઅારી ૨૦૧૬ના રોજ મોકલાઈ હતી. જે અભિનેત્રીઅે ૨૫ ફેબ્રુઅારીઅે મેળવી હતી.

ઋત્વિક-કંગના ઇ-મેઇલ પ્રકરણઃ કોર્ટે અમેરિકાની કંપની પાસે માહિતી માગી

કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીઅે અા નોટિસના જવાબમાં કહ્યું હતું કે તેમની પાસે અે બાબતને સાબિત કરવાના પૂરતા પુરાવા છે. અા તસવીર ભલે તેમના વચ્ચેના સંબંધોની કહાણી ન જણાવે પરંતુ એક અલગ કહાણી જરૂર જણાવી જાય છે.  ઋત્વિક અને કંગનાના અેક કોમન મિત્રઅે નામ જાહેર ન કરવાની શરતે અા તસવીર અાપી હતી. બંનેના એક કોમન ઘરે યોજાયેલી એક પ્રાઈવેટ ડીનર પાર્ટીમાં લગભગ છ વર્ષ પહેલાં અા તસવીર લેવામાં અાવી હતી. તેના જણાવ્યા મુજબ અા બંને વચ્ચે સુમધુર સંબંધો હતા.

ઋત્વિક પોતાની જાતને Silly Ex સાબિત કરવા માગે છેઃ કંગના

ઋત્વિકે મહેશ ભટ્ટની સલાહ લીધી
બોલિવૂડના ઘણા કલાકારો મુશ્કેલીના સમયમાં મહેશ ભટ્ટની સલાહ લેતા હોય છે. અાવા કલાકારોમાં ઋત્વિક રોશન પણ બાકાત નથી. ઋત્વિકે કંગના સાથે ચાલી રહેલા કેસનો ઉકેલ લાવવા માટે મહેશ ભટ્ટની મદદ માગી હતી. અા મુલાકાત ઋત્વિકના ઘરે જ ગોઠવાઈ હતી. મહેશ ભટ્ટે અા વાતને સમર્થન અાપતાં કહ્યું કે મને લાગે છે કે ઋત્વિક અા કેસ વિશે ઘણા લોકોની સલાહ લઈ રહ્યો છે. સાચું કહું તો હું તેને પર્સનલી કે પ્રોફેશનલી અોળખતો નથી અને તે ઇન્ડસ્ટ્રીનો સ્ટાર છે અને રાકેશ રોશનનો પુત્ર છે અે રીતે હું અોળખું છું. હા ઋત્વિક મને મળ્યો હતો. કંગનાના કેસને કેવી રીતે હેન્ડલ કરવો તે અંગે તેણે મારી સલાહ માગી હતી. તેણે મને એક પછી એક ઇ મેઇલ બતાવ્યા હતા.

અનમેરિડ અભિનેત્રીઓના મેરિડ અભિનેતા સાથેના અફેર્સ

હું માત્ર એટલું કહીશ કે તેની જિંદગીનો અા ખરાબ સમય ઝડપથી પસાર થઈ જાય. મેં તેણે કહ્યું કે અા પ્રકારની સ્ટોરીના ત્રણ જવાબ હોઈ શકે. એક તો તેના પક્ષમાં અથવા તેની વિરુદ્ધમાં અથવા કોઈપણ જાતના પક્ષપાત વિના અંતે જવાબ લોકો તેના વિશે શું વિચારે છે તેના પર નિર્ભર છે. મહેશ ભટ્ટે એમ પણ જણાવ્યું કે તેને મને જે બતાવ્યું અને જે કહ્યું તે ખૂબ જ અાશ્ચર્યજનક હતું. મારી અાંખ સામે જે પિક્ચર અાવ્યું તે જોઈને મને લાગે છે કે અા એક ટ્રેજેડી છે. પરંતુ મને એક જ સાઈડની સ્ટોરી છે. કદાચ સ્ટોરીનો બીજો એન્ગલ પણ હોઈ શકે. તેણે હજુ સુધી જાહેર કરવામાં ન અાવ્યો હોય.

You might also like