ઋત્વિકને કામની તલાશ

અભિનેતા ઋત્વિક રોશન અને યામી ગૌતમ અભિનીત ‘કાબિલ’ ફિલ્મ રિલીઝ થઇ ગઇ. ‘કાબિલ’ની રિલીઝ બાદ ઋત્વિક બેરોજગાર બની ગયો છે. હવે તે નવા કામની શોધમાં છે. ઋત્વિક કહે છે કે સાત વર્ષ પહેલાં એક ડોક્ટરે મને કહ્યું હતું કે મારા ઘંૂટણ નબળા પડી ગયા છે અને હું કેટલીક વસ્તુઓ નહીં કરી શકું, જેમાં કામ હતું સ્કીઇંગ કરવું, જેના માટે મને સખત મનાઇ ફરમાવવામાં આવી. ડોક્ટરની આ વાત મારા મગજમાં રહી ગઇ અને હું સ્કીઇંગમાં ખુદને માહેર બનાવવા પરિવાર સાથે ફ્રાંસ ગયો. ત્યાં હું સ્કીઇંગ શીખ્યો. શીખતાં શીખતાં ૧૦ થી ૧૨ વાર પડી ગયો. ફરી ઊઠ્યો અને મેં સ્કીઇંગ શીખી લીધું. મેં આ કામ મારા દીકરા રેહાનના કહેવા પર કર્યું. આજે હું સ્કીઇંગની રમતમાં બ્લેક લેવલ પર પહોંચી ચૂક્યો છું. ડોક્ટરોએ કહ્યું કે ડાન્સ અને એક્શન કરવાના લીધે મારા ઘૂંટણ કમજોર બની ગયા છે, જોકે હવે મારા ઘૂંટણ સંપૂર્ણ ઠીક છે. હવે દર વર્ષે હું બાળકો સાથે સ્કીઇંગ કરવા જાઉં છું. મારાં બાળકો પણ આ રમતમાં માહેર છે.

પોતાની ફિલ્મોની નિષ્ફળતા પર ઋત્વિકનું માનવું છે કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ કે ફ્લોપ જાય છે તે માટે તે ખુદને જવાબદાર માને છે. ઋત્વિક કહે છે કે કોઇ પણ ફિલ્મ કે કામની સફળતા કે નિષ્ફળતાની શરૂઆત ખુદની પસંદગીથી શરૂ થાય છે તેથી મારી નિષ્ફળતા માટે હું ખુદને જવાબદાર ઠેરવું છું. કોઇ પણ નિર્દેશક કે તેની કહાણીને પસંદ કરવાનો સમગ્ર અધિકાર આપણી પાસે હોય છે. તેથી જવાબદારી પણ આપણે જાતે લેવી જોઇએ. ઋત્વિક ભવિષ્યમાં નિર્દેશન કરવાની વાત પર કહે છે કે હું ક્યારેય ડિરેક્ટરની ખુરશી પર નહીં બેસું. •

You might also like