કંઇક આવી હતી રિતિક અને કંગનાની લવ સ્ટોરી

મુંબઇ: બોલીવુડ સુપરસ્ટાર્સ રિતિક રોશન અને કંગના રનાવતની લડાઇના લીધે વણકહ્યા કિસ્સા સામે આવી રહ્યાં છે. આ લડાઇના લીધે આ સત્ય સામે આવી રહ્યું છે કે એક જમાનામાં બંને એકબીજાની ખૂબ નજીક હતા.

હવે જ્યારે બંને વચ્ચેની લડાઇએ કાનૂની સ્વરૂપ લીધું છે, તો એવામાં કેટલાક દટાયેલા રહસ્યો ઉઘાડા કરવામાં આવી રહ્યાં છે. કંગનાના એક નજીક મિત્રના જણાવ્યા અનુસાર લગભગ 2 વર્ષ પહેલાં રિતિક અને કંગનાનું બ્રેકઅપ થઇ ગયું હતું. આજની તારીખે ભલે બંને એકબીજા જોવાનું પણ પસંદ કરતા નથી અને આંતરા દિવસે એકબીજા લીગલ નોટીસ મોકલતાં જોવા મળી રહ્યાં છે, પરંતુ વર્ષ 2010ની ફિલ્મ ‘કાઇટ્સ’ની શૂટિંગ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક હતા.

કંગનાના મિત્ર દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર ‘કાઇટ્સ’ ફિલ્મ દરમિયાન બંને સારા મિત્ર બની ગયા હતા. એકતરફ રિતિકનું લગ્નજીવન સારું ચાલી રહ્યું ન હતું, તો બીજી તરફ ફિલ્મમાં તેમની બીજી કો-સ્ટાર અને મેક્સિકન મોડલ-એક્ટ્રસ બારબરા મોરી સથે પણ તેમના સંબંધોવણસી રહ્યાં હતા. આ દરમિયાન કંગનાની અંગત જીંદગીમાં પણ ઘણા ઉતાર-ચઢાવ હતા. એવામાં બે એકબીજા સાથે ખૂબ સમય વિતાવવા લાગ્યા અને એકબીજા સાથે પોતાની પરેશાનીઓ ડિસ્કસ કરવા લાગ્યા. જોતજોતાં બંને સારા મિત્ર બની ગયા.’

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો આ વાત જાણે છે કે રિતિકે કંગનાને પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘ક્રિશ 3’માં કામ કરવા માટે લગભગ 6 મહિના સુધી મનાવી હતી. આ તે સમય હતો જ્યારે રિતિકે કંગનાને પોતાના લગ્નજીવનની તકલીફો દિલ ખોલીને કહેવાનું શરૂ કરી દીધું હતું. ધીરે-ધીરે રિતિક અને કંગનાનું અફેર શરૂ કરી દીધું. પરંતુ રિતિકના લગ્નને જોતાં આ રિલેશન દુનિયા માટે એક રહસ્ય હતું.

પરંતુ જ્યારે કંગનાને આ અહેસાસ થયો કે આ સંબંધ હંમેશા માટે એક રાજ બનીને જ રહી જશે તો તે એકલી મિલાન જતી રહી. ડિસેમ્બર 2013માં રિતિક જ્યારે ઔપચારિક રીતે જ્યારે સુજૈનથી અલગ થઇ ગયો, ત્યારે તે કંગનાની પાછળ પેરિસ સુધી ગયો. ત્યાં રિતિકે કંગના પ્રપોજ કર્યું અને કંગનાએ સ્વિકાર પણ કર્યો.

બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો. ત્યારબાદ ફેબ્રુઆરી 2014થી ફિલ્મ ‘બૈંગ બૈંગ’ના શૂટિંગની સાથે-સાથે કંગનાને ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું. આખરે 2014ના અંત સુધી તેમનો સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. હવે 2016માં તેમના સંબંધોના ભૂતકાળના રહસ્યો એક પછી એક ખૂલી રહ્યાં છે.

You might also like