ભારતમાં લોન્ચ થયું ‘દુનિયાનું સૌથી પતળું’ લેપટોપ Spectre 13

નવી દિલ્હી: અમેરિકી ટેક દિગ્ગજ HPએ ભારતમાં પોતાના હાઇ એન્ડ લેપટોપ Spectre 13 લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનું સૌથી પતળું લેપટોપ છે. આ 10.4mm પતળું છે, અને તેની સ્ક્રીન 13.3 ઇંચની છે. તમને જણાવી દઇએ કે આ 12 ઇંચના મેકબુક અને 13 ઇંચના મેકબુક ઇતરથી પણ પતળું છે.

આ લેપટોપ પર કંપનીએ પોતાનો એક મોડિફાઇડ લોકો લગાવ્યો છે જેને ખાસ કરીને તેના માટે જ બનાવવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 1,19,990 રૂપિયા છે અને તેનું વેચાણ 25 જૂનથી શરૂ થશે.

સ્પેસિફિકેશન
Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનાર આ લેપટોપના બેસિક વેરિએન્ટમાં 13.3 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લેની સાથે 8GB રેમ અને 256GBની મેમરી આપવામાં આવી છે. તેમાં ઇંટેલનું 6th જેનરેશન પ્રોસેસર i5 અને i7નું ઓપ્શન ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત તેના સારા વેંટ માટે તેમાં બે પાવરફૂલ ફેન લગાવવામાં આવ્યા છે. તેમાં 3 USB Type C પોર્ટ આપવામાં આવ્યો છે અને તેની સ્ક્રીન ગોરિલ્લા ગ્લાસ 4થી પ્રોટેક્ટેડ છે.

કંપનીના અનુસાર તેમાં 4 સેલની 38Whr Li ion બેટરી લાગેલી છે જેને એકવાર ચાર્જ કરવાથી 9.5 કલાક સુધે ચાલશે. સારા સાઉન્ડ માટે તેમાં બે પાવરફૂલ સીકર્સ લગાવવામાં આવ્યા છે.

ડિઝાઇન
તેના લુકની વાત કરીએ તો આ લેપટોપમાં એલ્યૂમિનિયમનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના બોટ કાર્બન ફાઇબરના બનેલા છે જેના લીધે તે એકદમ હલકું પણ છે. ફોલ્ડ કરવા માટે તેમાં પિસ્ટન હિંઝ લાગેલ છે.

તેના હલકું બનાવવા માટે તેની બોડીને કાર્બન ફાઇબરથી બનાવવામાં આવી છે અને તેમાં કોપર કલર્ડ સ્પાઇન આપવામાં આવ્યું છે. તેના કિબોર્ડમાં લાઇટ લાગેલી હશે જેના લીધે તેમાં અંધારામાં પણ કામ કરી શકાશે.

You might also like