સેન્સેક્સમાં એક ટકાનો ઘટાડો છતાં આ શેરમાં ઉછાળો

અમદાવાદ: શેરબજારમાં નવેમ્બર મહિનાની ત્રીજીથી ૧૦મી તારીખ સુધીમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં ૪૨૩ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં કેટલીક કંપનીના શેરમાં ૨૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

રેઇન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં આ સમયગાળામાં ૨૫ ટકા, ટાઇટન કંપનીના શેરમાં ૧૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. એ જ પ્રમાણે ફાર્મા કંપની જેવી કે ગ્લેક્સો સ્મિથક્લાઇનમાં ૧૨ ટકા, અસ્ટ્રા ઝેનેકા ફાર્માના શેરમાં ૧૧ ટકા, જ્યારે ઇપ્કા લેબોરેટરીના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કંપનીના શેરમાં રોકાણકારોના ઊંચા રોકાણના કારણે આ શેર સુધર્યા છે.

કંપનીનું નામ ૦૩.૧૧.૨૦૧૭ ૧૦.૧૧.૨૦૧૭ ટકાવારીમાં
વધારો
રેઈન ઈન્ડસ્ટ્રીઝ ૩૦૯ ૩૮૭ ૨૫.૪
કી-ટેક્સ ગાર્મેન્ટ્સ ૨૪૫ ૩૦૨ ૨૩.
ટાઈટન કંપની ૬૫૯ ૭૮૨ ૧૮.૬૨
ઈન્ડિયન બેન્ક ૩૪૭ ૪૦૫ ૧૬.૮૬
એમએમટીસી ૭૩ ૮૪ ૧૬.૦૭
લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેક ૮૧૫ ૯૪૪ ૧૫.૮૫
ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ ૨૧૬ ૨૫૦ ૧૫.૪૩
ગ્લેક્સો સ્મિથક્લાઈન ૫૩૭૦ ૬૦૪૮ ૧૨.૬૩
બાલ્મેર લોરી એન્ડ કંપની ૨૪૪ ૨૭૪ ૧૨.૨૭
અસ્ટ્રા ઝેનેકા ફાર્મા ૧૦૬૭ ૧૧૮૬ ૧૧.૧૪
ઈપ્કા લેબ્સ ૫૨૪ ૫૮૧ ૧૦.૭૪

You might also like