હવે 3G સ્માર્ટફોન પર પણ ચાલશે Jio સિમ, જાણો કેવી રીતે

jio એ માર્કેટમાં આવતાં પહેલા જ હલ્લા બોલ મચાવી દીધી છે. એનું કારણ હતું 4જી અનલિમિટેડ ફ્રી ડેટા. જેના કારણે દરેક લોકો રિલાયન્સ Jio તરફ ભાગવા લાગ્યા પરહંતુ આ સિમ માત્ર એવા મોબાઇલમાં જ ચાલતું હતું જે VOLET નેટવર્ક અથવા 4જી સપોર્ટ કરે છે પરંતુ હવે સમાચાર એવા મળ્યા છે કે વેલકમ ઓફર અને સસ્તા ટેરિફ પ્લાન બાદ હવે રિલાયન્સ જિઓ 3જી સ્માર્ટફોન યૂઝર્સને ખુશીના સમાચાર આપવાની તૈયારીમાં છે.

મળતી માહિતી અનુસાર, રિલાયન્સ જીઓની 4જી સર્વિસનો ઉપયોગ આવતાં મહિનેથી 3જી યૂઝર્સ પણ કરી શકશે. જાણકારી મળી છે કે કંપની ડિસેમ્બરના અંતમાં એક નવી એપ્લીકેશન લોન્ચ કરવાની છે, આ નવ ફીચરને 3જી ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ, સરળતાથી જિઓ 4જી સિમ નો ઉપયોગ કરી શકાય છે. જણાવી દઇએ કે ડિજીટલ કંપની રિલાયન્સ જિઓ માત્ર 4જી સિમ પર જ કામ કરે છે. એવામાં જો તમારો સ્માર્ટફોન 3જી અથવા 2જી વાળો છે તો તમે પણ જલ્દી આ સેવાનો લાભ ઉઠાવી શકશો.

રિપોર્ટ અનુસાર એખ જાન્યુઆરીથી 3જી સ્માર્ટફોન યૂઝર્સ પણ હેપ્પી ન્યૂ યર ઓફરની મજા માણી શકશે. જેમાં યૂઝર્સ 31 માર્ચ 2017 સુધી ફ્રી કોલિંગ, એસએમએસ, ડેટા મળશે. દેશમાં હાલમાં મોટાભાગે ફીચર ફોન અને 3જી સ્માર્ટફોન યૂઝર્સ છે. જો કંપની એ એપ્લાકેશન લોન્ચ કરી દે તો જિઓના ઉપયોગ કરનારાઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરમાં સત્તાવાર લોન્ચિંગ બાદ કંપની દેશભરમાં ખૂબ જ તેજીથી ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. જિઓ હવે 3જી યૂઝર્સને પણ પોતાની સાથે જોડવાની પૂરી તૈયારીમાં છે. ગ્રાહકનો ફોન 4જી નથી તો પણ તેઓ રિલાયન્સ જિઓની દરેક સેવાઓનો ઉપયોગ કરી શકશે.

You might also like