હવે Mouthwashથી દૂર કરો સ્કિનની ડ્રાયનેસ

મોંમાં આવતી દુર્ગંધને દૂર કરવા માટે આપણે લોકો મોટે ભાગે માઉથવૉશનો ઉપયોગ કરતા હોઇએ છીએ પરંતુ આપ કદાચ આ બાબત નહીં જાણતા હોવ કે દાંતોની ફ્રેશનેસ સિવાય પણ આનો ઉપયોગ અન્ય કામમાં પણ થતો હોય છે.

બ્યૂટી સાથે જોડાયેલ કેટલીય મુશ્કેલીઓને દૂર કરવા માટે તમે આ માઉથવૉશનો ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીએ કે માઉથવૉશથી બ્યૂટી સમસ્યાને કઇ રીતે દૂર કરી શકાય…

1. ખોડોઃ
શરદીની ઋતુમાં તમે વાળમાં થનારી સમસ્યાને લઇ માઉથવૉશ આપને માટે ઘણું લાભદાયી રહેશે. વાળને શેમ્પૂથી ધોયાં બાદ વાળને માઉથવૉશ સાથે મસાજ કરો અને પછી પાણીથી વાળ ધોઇને તેને કંડીશ્નર કરી લો. સપ્તાહમાં આનો 1 વાર ઉપયોગ કરો. સતત 3થી 4 વાર ઉપયોગ કરવાંથી તમારા વાળમાં રહેલ ખોડાંની સમસ્યા દૂર થઇ જશે.

2. નખની કાળાશઃ
નખમાં જ્યારે મેલ જમા થાય ત્યારે તમારા નખ કાળા પડી જાય છે. આને માટે માઉથવૉશ અને સફરજનનાં પીસને બરાબર માત્રામાં મિલાવીને રૂની સહાયતાથી તેને નખ પર લગાવી દો. આનો ઉપયોગ દિવસમાં 2 વાર કરી શકો છો.

3. હૈંડ સૈનેટાઇઝરઃ
માઉથવોશને આપ હૈંડ સૈનેટાઇઝરની જેમ પણ તેનો ઉપયોગ કરી શકો છો. આને નાની બોતલમાં નાખીને પોતાના પાકીટમાં રાખી મૂકો અને સૈનેટાઇઝરની જગ્યાએ તેનો ઉપયોગ કરો પરંતુ આ પહેલાં એક વાતની તપાસ કરી લો કે તે ખાંડ અને આલ્કોહોલ મુક્ત હોય.

4. હાથોની દુર્ગંધ કરો દૂરઃ
માઉથવૉશ દ્વારા આપ મોંની દુર્ગંધ જ નહીં પરંતુ હાથોમાં આવતી લસણ અને ડુંગળીની ખરાબ દુર્ગંધને પણ આપ દૂર કરી શકો છો.

5.પગની ફાટેલી એડીને મિટાડી શકોઃ
આપ માઉથવૉશને ગરમ પાણીમાં 1-2 ટીપાં નાખો અને તેની અંદર પગને થોડાંક સમય સુધી ડૂબાડી રાખો. ત્યાર બાદ ક્રીમ દ્વારા તમે પગની મસાજ કરો.

You might also like