ઘડપણનાં લક્ષણોને કેવી રીતે પાછાં ઠેલવાં એની થઈ જાણ

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઘરડી થાય એટલે તેના માથાના વાળ સફેદ થાય છે અને તેની ચામડી પર કરચલી આવે છે. આ બે લક્ષણોથી કહી શકાય છે કે વ્યક્તિ ઘરડી થઈ રહી છે પણ અમેરિકાના બર્મિંગહેમમાં આવેલી યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ ઘડપણનાં લક્ષણોને પાછાં કેવી રીતે ઠેલી શકાય એની જાણકારી મેળવી લીધી છે અને આ વિશે ઉંંદરો પર થયેલા રિસર્ચમાં સકારાત્મક પરિણામ મળ્યાં છે.

ભારતીય મૂળના અમેરિકન પ્રોફેસર કેશવસિંહ છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે ઉંદરો પર પ્રયોગ કર્યો હતો. ઉંદરના શરીરના કોષોમાં ઊર્જાનું નિયંત્રણ કરવા માટે જવાબદાર જિનને ડી-એક્ટિવ કરતાં ઉંંદરના વાળ ફરી સિલ્કી થયા હતા અને શરીર પરની કરચલીઓ જતી રહી હતી. આ ઉંંદર એના સમકક્ષ ઉંંદર જેવો ફરી દેખાતો થયો હતો. આમ, આ પ્રયોગ હવે માણસો પર કરી શકાય એમ છે.

You might also like