કોટનની નવી ચાદરોને આવી રીતે બનાવો સોફ્ટ

મુલાયમ અને કોમળ ચાદર પર સૂઇ જવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે પરંતુ મોટાભાગે કોટનના નવા કપડાં કેમિકલના ઉપયોગના કારણે ખૂબ કડક અને ટાઇટ રહે છે. તેથી તેનો ઉપયોગ કરવો થોડો તકલીફ સાબિત કરી શકે છે.

જો તમે આ સમસ્યાનું સમાધાન કરી શકતાં ના હોઉં તો અહીંયા જણાવેલી આ ટીપ્સનો ઉપયોગ કરો..

1. નવી ચાદરને પેકેટમાંથી નિકાળીને અડધી ડોલ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બોળી દો. થોડાક સમય પછી તેને સાદા નવશેકા પાણીમાં ધોઇ લો. ચાદર મુલાયમ થઇ જશે.

2. ઠંડા પાણીમાં એક ચમચી સફેદ વિનેગાર મિક્સ કરીને તે પાણીથી ચાદર ધોઇ નાંખો.

3. હવે આ ચાદરને પાણીથી બહાર નિકાળીને તડકામાં સૂકવો. આવું કરવાથી ફરક જલ્દી જોવા મળશે.

4. જ્યારે આ સૂકાઇ જાય ત્યારે ફરીથી ડિટર્જન્ટથી સાફ કરો અને પાણી નોર્મલ જ રાખો.

5. હવે તેન તડકામાં ના સૂકવીને વોશિંગ મશીનમાં ડ્રાય કરો. તમારી નવી ચાદર એકદમ મુલાયમ થઇ જશે.

You might also like