જો તમે આટલું રાખશો ધ્યાન, તો ફ્રીઝ બહાર પણ નહીં બગડે દૂધ

દૂધને જો ફ્રીઝની બહાર રાખવામાં આવે તો પણ તે ના બગડે તે માટે શું-શું કરવું?

જો સામાન્ય ઘરની વાત કરીએ તો ક્યારેક ઘરમાં ફ્રીજ નથી હોતું અથવા તો જો ફ્રીઝ હોય તો ક્યારેક એવું પણ બને છે કે ઘણાં લાંબા સમય સુધી લાઇટ પણ જતી રહે છે. અથવા તો ફ્રીજ ક્યારેક બગડી જાય તો પણ દૂધને ફ્રીજની બહાર રાખવાનો પણ વારો આવે છે. તો એવાં સમયે શું-શું કરશો તો તમારૂ દૂધ નહી બગડે.

દૂધને બરાબર ઉકાળોઃ
જો તમારે દૂધને ફ્રીઝમાંથી બહાર રાખવાનો ક્યારેક સમય આવી જાય તો દર 5-6 કલાકે ભૂલ્યા વિના દૂધને બરાબર ઉકાળતા રહો. જેથી આવું જો તમે કરશો તો તમારૂ દૂધ ક્યારેય બગડશે નહીં.

ઠંડા પાણીનાં વાસણમાં રાખવાથીઃ
જો તમારૂ ફ્રીઝ બંધ હોય તો તમે તેને ઠંડાપાણીનાં વાસણમાં મૂકી રાખો. જેથી કરીને ઘરમાં તમારૂ દૂધ બગડશે નહી.

ખુલ્લી હવા મળે તે જગ્યાએ રાખોઃ
જો તમારે દૂધ ના બગડે તે માટે જો તમે દૂધને તમે ઘરમાં એવી જગ્યાએ મૂકશો કે જ્યાં હવાની અવરજવર વધુ રહેતી હોય. જેથી તમારૂ દૂધ બગડવાની શક્યતા ઘણી જ ઓછી થઇ જશે.

એલચી પાવડરઃ
જો દૂધ ન બગડે તે માટે દૂધમાં તમે જો થોડોક એલચી પાવડર નાખશો તો પણ દૂધ બગડવાની સંભાવના ઘણી જ ઓછી થઇ જશે.

સોડાનો ઉમેરોઃ
જો દૂધમાં તમે થોડોક સોડા નાખશો તો તેને નાખ્યા બાદ દૂધને ઉકાળી લો. જો તમે આવું કરશો તો દૂધ ફ્રીઝની બહાર ફાટશે નહિ.

જાળીવાળું ઢાંકણું:
જો દૂધ ના બગડે તે માટે તમે જો તપેલી પર જાળીવાળું ઢાંકણું ઢાંકી દો. જો તમે તેને બરાબર રીતે બંધ કરી દેશો તો તમારૂ દૂધ બગડવાની શક્યતા ઘણી ઘટી જાય છે. અથવા તો તેને તમે ભીના કપડાં વડે પણ દૂધની તપેલી ઢાંકી શકો છો.

You might also like