હવે માસિકચક્ર પણ ઇચ્છા પ્રમાણે લાવી શકાશે

છોકરીઓને ક્યાંય પણ ફરવા જવું હોય તો પીરિયડ્સ માટે વિચારતી હોય છે. પીરિયડ્સ દરમિયાન એમને ક્યાંય જવું પડે તો એ જગ્યાની તે મજા લઇ શકતી નથી. એના માટે પીરિયડ્સમાં વહેલા થવા કે મોડા થવા માટેની દવા લે છે. જે એમના શરીરને નુકશાન પહોંચાડે છે. પરંતુ આ દવાઓની આડ અસરથી બચવા માટે ઘરેલૂ નુસ્ખા અપનાવી શકો છો.

પીરિયડ્સ વહેલા થવા માટે:

પપૈયું: પપૈયામાં કેરોટિન નામનું પિગમેન્ટ હોય છે. આ શરીરમાં એસ્ટ્રોજેન્ટને ઉત્તેજિત કરે છે જેનાથી પીરિયડ્સ સમય કરતાં પહેલા આવી જાય છે. પીરિયડ્સ આવવાની તારીખ પહેલા પપૈયું ખાવાનું કે એનો જ્યુસ પીવાનું ચાલુ કરવું જોઇએ.

આદુ: આદુ ગર્ભાશયની નજીકમાં ગરમી ઉત્પન્ન કરે છે જેનાથી માસિક ધર્મ વહેલો આવી જાય છે. એના માટે છોકરીઓ આદુની ચા, મધ સાથે આદુનો જ્યુસ અથવા પાણી સાથે એને લઇ શકે છે.

સૂકવેલી કોથમીર: એક ચમતી સૂકવેલી કોથમીરને બે કપ પાણીમાં ઉકાળોપાણી અડધું થવા પર એને નવશેકું પીવો. દિવસમાં ત્રણ વખત આવું કરવાથી પીરિયડ્સ વહેલું આવે છે.

વરિયાળી: રાતે જ વરિયાળીને પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠીને કાલી પેટે આ પાણીનું સેવન કરવાથી સમય કરતાં પહેલા માસિકધર્મ શરૂ થઇ જાય છે.

ગાજર: શિયાળામાં ગાજર સરળતાથી મળી જાય છે. એમાં પણ કેરોટીન મળી આવે છે. એને કાચું ખઇ શકો છો અથવા ઇચ્છો તો દિવસમાં ત્રણ વખત જ્યુસ પી શકો છો.

ગોળ: ઠંડીમાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, સાથે પીરિયડ્સના સમયને વહેલા લાવવા માટે પણ મદદ કરે છે. ગોળને આદુ, તલ અને અજવાયન સાથે ખાવાથી અસર જોવા મળશે.

અનાનસ: આ ફળ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. જો તમારા પીરિયડ્સ આવી રહ્યો નથી તો તમે અનાનસ ખાઇ શકો છો. આ બધા ઉપરાંત હળદર, ખજૂર, લસણ, દાડમ અને ડ્રાઇ ફ્રુટ્સનું પણ સેવન કરી શકો છો.

હવે વાત કરીએ પીરિયડ્સ મોડું લાવવાની:

પોતાની ઇચ્છાઅનુસાર પીરિયડ્સ લાવવા માટે અજવાયનના પાનનું સેવન કરી શકો છો. એક કપ પાણીમાં 20 મિનીટ સુધી તેને ઉકાળો. થોડું ઠંડું થવા પર એને ગળી દો અને મધ મિક્સ કરીને પી લો. એનાથી પીરિયડ્સ આગળ વધી જાય છે.

એના માટે જિલેટીનનું પણ સેવન કરી શકો છો. જરૂરિયાત પડવા પર જ તેનો પ્રયોગ કરવો જોઇએ. આ પીરિયડ્સને માત્ર એક-બે કલાક જ સુદી આગળ વધારી શકે છે. બે મોટી ચમચી જિલેટીનને એક કપ પાણીમાં મિક્સ કરીને એક જ વખત પીવો.

પીરિયડ્સમાં મોડું થવા માટે ઓછું તીખું ખાવું જોઇએ. આ મસાલા લોહીના પ્રવાહને વધારી દે છે. જેના કારણે પીરિયડ્સ જલ્દી આવે છે.

પાણીમાં લીંબૂ નીચોવીને પીવાથી પીરિયડ્સ મોડું આવે છે. એમાં સિટ્રિક એસિડ મળી આવે છે. જેના કારણે પીરિયડ્સ મોડું થાય છે.

પીરિયડ્સ મોડું લાવવા માટે ઓછો તણાવ થાય એના પર નિયંત્રણ રાખવું જોઇએ. તણાવનો માસિકચક્ર પર ખરાબ અસર પડે છે. જેના કારણે જલ્દી થઇ જાવ છો.

You might also like