નોકરી કરનાર લોકો આવી રીતે બનાવો ટ્રાવેલ પ્લાન, કોઇ દિવસ નહીં કરવો પડે કેન્સલ

આ સામાન્ય વાત છે કે નોકરી કરનાર લોકોને રજા મળવાની સમસ્યા હોય છે અને એવું માનવામાં આવે છે કે એમને હરવા ફરવાના ચાન્સ ઓછા મળે છે. પરંતુ જો તમે સાચી સ્ટ્રેટેજી બનાવો તો તમારા કામમાં પણ નુકાસન થશે નહીં અને તમે તમારા માટે ટ્રાવેલ પણ પ્લાન કરી શકો છો. અમે તમને જણાવીએ કેટલીક ટિપ્સ માટે જે તમને જરૂરથી મદદ કરશે.

હાર્ડ વર્કિગ કર્મચારીની છાપ બનાવો
કંપની પોલીસી હેઠળ વર્ષ દરમિયાન તમને કેટલીક રજાઓ એટલા માટે આપવામાં આવે છે, કારણ કે તમે કામના પ્રેશરમાંથી પોતાની જાતને રિલેક્સ કરી શકો અને તમારી ક્રિએટીવિટી યથાવત રાખી શકો. એટલા માટે હાર્ડ વર્કિંગ કર્મચારીની છાપ તમને બહાર ફરવા માટે સરળતાથી રજાઓ અપાવી શકે છે.

ટ્રિપ આવી રીતે કરો પ્લાન
મલેશિયા, સિંગાપુર અને થાઇલેન્ડ જવા માટે વધારે વિચારશો નહીં. એના માટે વર્ષમાં એક મોટી ટ્રિપ 12 15 દિવસ માટેની અને ત્રણ નાની 2 3 ટ્રિપ પ્લાન કરો. પછી એ હિસાબથી લોકેશનની પસંદગી કરો. તમારા વીક ઓફના દિવસોને અને કંપની તરફથી મળતી રજાઓને કલ્બ કરો. કોઇ કોમ્પેનસેટરી રજા હોય તો તેનો પણ આમાં સમાવેશ કરો.

રજા પર જતાં પહેલા ટાર્ગેટ પૂરો કરો
પ્રયત્ન કરો કતે રજા પર જતાં પહેલા બધા જ કામ પતાવીને જાવ. નહીં તો તમારી ગેરહાજરીમાં તમારા સહયોગી પર તેનો ભાર રહેશે. એનાથી તમને રજા લેવામાં તમને મુશ્કેલી પણ આવી શકે છે. જો તમારો કોઇ સાથી કર્મચારી રજા પર જઇ રહ્યો છે અને એ કર્મચારીને કામમાં તમારી મદદ જોઇએ છીએ, તો એનું કામ કરી આપો, કારણ કે પરત આવીને એ પણ તમારી મદદ કરે.

રજા માટે ખોટું બોલશો નહીં
ઓફિસમાં કાયદેસરથી રજા મંજૂર કરાવો, બીમારી અથવા કોઇ ખોટું બહાનું કાઢીને રજા લેશો નહીં. એનાથી તમારી છાપ તો ખરાબ પડશે જ પરંતુ જૂઠ્ઠું પકડાઇ જવા પર તમારા બોસના ગુસ્સાનો શિકાર બનવું પડશે. જો તમે આવું કરો છો તો આગળ કોઇ ઇમરજન્સીમાં રજા મળશે નહીં.

મોકા પર ચાન્સ મારો
જો તમને ઓફિસની ટ્રીપ પર જવા માટેનો ચાન્સ મળે છે તો કંઇ પણ વિચાર્યા વગર બેગ પેક કરી લો. એનાથી તમારા ખિસ્સા પર ટ્રિપના ખર્ચનો ભાર પડશે નહીં. એની સાથે તમને નવી જગ્યા પર સારી રીતે ફરવાનો ચાન્સ મળી જશે.

You might also like