ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ ટોમેટો પાસ્તા, બાળકો થઇ જશે આનંદિત

આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને સૌથી વધારે જંક ફૂડ વધારે પસંદ હોય છે. કેમ કે તેઓ ઘરનું વધારે ખાવાંથી વધારે બોરિંગ થઇ જતા હોય છે. અને જો તમે તમારા બાળકને વારંવાર રોકવાનો પ્રયત્ન કરશો તો પણ તે બહારનું જ ખાશે.

હા એક વાત નક્કી છે કે જંક ફૂડ એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે પરંતુ જો આપ તે જ ફૂડને તમારા ઘરે જ બનાવશો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન નહીં કરે.

બાળકોને આમ તો કોઇ પણ જંક ફૂડ પસંદ હોય છે જ પરંતુ આપ તમારા ઘરમાં જ પાસ્તા બનાવીને તમારા બાળકને ખુશ કરી શકો છો. ઘરમાં ટોમેટો પાસ્તા બનાવવા ઘણાં સરળ છે. આને બનાવવામાં આપને 20 મિનીટનો સમય લાગશે.

રીતઃ
સૌ પ્રથમ તમે 1 પેકેટ પાસ્તા લઇ લો ત્યાર બાદ ટોમેટો પાસ્તા સોસ તૈયાર કરી લો. તેને સજાવવા માટે. હવે સૌથી પહેલા તમે પાસ્તાને પાણીમાં ઉકાળી લો. હવે પાણીમાં તેને એટલું જ ગરમ કરો કે જેથી પાસ્તા પાકી જાય પરંતુ સંપૂર્ણ એ રીતે કે તેનો હલવો ના બની જાય.

આ બનવામાં 10થી 12 મિનીટનો સમય લાગશે. તેને ચોંટતા રોકવા માટે વચ્ચે-વચ્ચે પાસ્તાને હલાવતા રહો. હવે જ્યારે પાસ્તા પાકી ગયો હોય ત્યારે તેને ચેક કરવા માટે તેનાં એક પીસને ચમચીથી કાપીને જુઓ. હવે જ્યારે પાસ્તા પાકી જાય ત્યારે તેને પાણીથી અલગ કરી નાખો.

હવે રેડ ટોમેટો પાસ્તા સોસની રેસીપીનું પાલન કરી પાસ્તાને માટે તમે સોસ બનાવી લો. ત્યાર બાદ એક કઢાઇમાં સોસ નાખીને તમે તેને મીડિયમ ગેસ પર ગરમ કરી લો. હવે તમે ઉકાળેલા પાસ્તાને તેમાં નાખી દો અને તેને બરાબર મિલાવીને ગરમ-ગરમ પિરસી લો.

You might also like