હવે સવારે નાસ્તામાં બનાવો ટેસ્ટી રેસીપી રાઇસ કટલેટ

રાઈસ કટલેટઃ
આજનાં સમયમાં દરેક લોકોને સવાર-સવારમાં ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે. એટલે અત્યાર સુધી તમે સવાર સવારમાં નાસ્તામાં બ્રેડ, ખારી તેમજ ટોસ્ટનો નાસ્તો કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય ચા સાથે સવારમાં નાસ્તામાં રાઇસ કટલેટ ખાધી છે. તો હવે આપ ઇચ્છો તો રાઈસ કટલેટ પણ સવારમાં નાસ્તા સાથે ટ્રાય કરી શકો છો. તો હવે આજે અમે તમને રાઈસ કટલેટ કઇ રીતે બનાવવી તે શીખવીશું.

રાઇસ કટલેટ બનાવવા માટેની સામગ્રીઃ
બાફેલા બટાકા- 250 ગ્રામ
ચોખા (બાફેલા/ભાત)- 250 ગ્રામ
જીરા પાવડર- 1 ટી. સ્પૂન
લાલ મરચું – 1 ટી. સ્પૂન
ધાણા પાવડર – 1 ટી. સ્પૂન
હળદર – 1/4 ટી. સ્પૂન
ગરમ મસાલો- 1/2 ટી. સ્પૂન
ચાટ મસાલો – 1 ટી. સ્પૂન
મીઠું – 1 ટી. સ્પૂન
ધાણા – 10 ગ્રામ
કોર્ન સ્ટાર્ચ – 2 ટેબલસ્પૂન
બ્રેડક્રમ્બ્સ

રાઇસ કટલેટ બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં બટાકા, ભાત, ધાણા, જીરા પાવડર, જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું તેમજ ચાટ મસાલો નાંખીને મિક્ષ કરો. આ મિશ્રણ કર્યા બાદ તેમાં કોર્ન સ્ટાર્ચ નાંખો. અને તેને ફરી વાર મિક્ષ કરો.

હવે થોડું-થોડું મિશ્રણ લો અને તેનાં નાના-નાના બોલ્સ બનાવો. આ બોલ્સને બ્રેડક્રમ્બ્સમાં તેનો રોલ કરો. પછી તમે એક પેન લો. તેમાં તેલ લો અને તેને ગરમ કરો. અને તમે તૈયાર કરેલાં બોલ્સને ફ્રાય કરો. ત્યાં સુધી તેને ફ્રાય કરો કે જ્યાં સુધી તે બોલ્સ હળવા બ્રાઉન થઇ જાય.

You might also like