હવે સ્વીટ આઇટમમાં ઘરે બનાવો બિલકુલ ટેસ્ટી “સ્ટ્રોબેરી ખીર”

“સ્ટ્રોબેરી ખીર” બનાવવા માટેની સામગ્રીઃ
દૂધઃ 3 કપ
કોર્નફ્લોરઃ 2 ટી.સ્પૂન
ખાંડઃ 1/2 કપ
એલચી પાવડરઃ 1 ટી સ્પૂન
સ્ટ્રોબેરીનું પ્યોરેઃ 1/2 કપ
કટીંગ કરેલ સ્ટ્રોબેરીઃ 1/2 કપ

“સ્ટ્રોબેરી ખીર” બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ એક પેન લો. તેની અંદર દૂધ નાખીને ફાસ્ટ ગેસ પર તેને રાખીને તેમાં એક ઊભરો આવવા દો. હવે તેને એકથી બે વાર વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જેથી દૂધ તળીયે ના ચોંટી જાય.

હવે દૂધને ધીમા ગેસ પર પાંચ મિનીટ સુધી ઉકાળવું. ત્યાર બાદ દૂધમાં કોર્નફ્લોર મિલ્કનું મિશ્રણ અને ખાંડને નાખી તેને બરાબર હલાવી નાખવું. દૂધમાં ઉપરોક્ત મિશ્રણ નાખ્યા બાદ ફરી વાર ચારથી પાંચ મિનીટ સુધી તેને ઉકળવા દેવું.

જ્યાં સુધી હવે દૂધ ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવું. બાદમાં આ દૂધમાં એલચી પાવડર નાખીને તેને હલાવી નાખવું. હવે ગેસ બંધ કરી નાખવો. બાદમાં આમાં સ્ટ્રોબેરીનું પ્યોરે અને કટીંગ કરેલ સ્ટ્રોબેરીને નાખવી. તો લો હવે તૈયાર છે તમારી આ સ્ટ્રોબેરી ખીર. જેને હવે એક ડીશમાં સર્વ કરો. તેની અંદર તમે જેટલાં ડ્રાયફ્રુટ્સ નાખવા ઇચ્છતા હોવ તેટલાં ડ્રાયફ્રુટ્સ નાખી શકો છો.

You might also like