નવરાત્રીના વ્રતમાં ખાવા ઘરે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખિચડી…

728_90

નવરાત્રીના નવ દિવસમાં વ્રતનો પ્રારંભ થઇ જતાં ઘરમાં ફળ તેમજ ઉપવાસની વસ્તુઓની સુંગધ આવવા લાગે છે. સૌથી વધારે લોકો ઉપવાસમાં ફળ, બટાકા તેમજ ફરાળી વાનગીઓ ખાય છે. આ સાથે જ સાબુદાણાની ખીચડી પણ વ્રતના ઉપવાસમાં સૌથી વધારે ખાવા જોવા મળે છે.

આ ખિચડીને મુખ્ય વાત એ છે કે આ વ્રતને લઇને જોવા મળતી શારીરિક નબળાઇને આ ઝટપટ દૂર કરી દે છે. તેમજ આ ખાવામાં સૌથી વધારે સ્વાદીષ્ટ હોય છે. સાબુદાણાની ખિચડીને જો સાચી રીતે બનાવામાં આવે તો તે સ્વાદિષ્ટ વધારે લાગે છે. તો ચાલો જાણીએ સ્વાદિષ્ટ સાબુદાણાની ખિચડી કેવી રીતે ઘરે બનાવીશું.

 • એક કપ સાબુદાણા લેવા
 • અડધો કપ મૂંગફળીના દાણા (શીંગદાણા)
 • એક નાની ચમચી જીરૂ
 • 2 થી 3 કરી પાંદડા
 • 1થી 2 લીલા મર્ચા જે ઝીણા કાપેલા હોય
 • એક બાફેલું બટાકું
 • એક ટામેટું જે ઝીણુ કાપેલ હોય (જે સ્વાદ અનુસાર નાંખવા ઇચ્છતા હોય તો)
 • સ્વાદ અનુસાર મીઠું
 • ઝીણી-ઝીણી કાપેલી કોથમીર
 • અડધા લીંબુનો રસ
 • એક મોટી ચમચી ઘી

કેવી રીતે બનાવશો સાબુદાણાની ખિચડી

 • સાબુદાણાને સાફ કરીને તેને ધીમા તાપે શેકી લો અને એક કલાક પાણીમાં પલાળી રાખો.
 • ગેસ પર એક કડાઇ રાખી તેમાં શિંગદાણા નાંખી બાફી બહાર નીકાળી લો.
 • હવે શીંગદાણાને મીક્સરમાં પીસી લો.
 • બાફેલા બટેકાને ટુકડામાં કાપી નાંખો
 • એક કલાકમાં જ્યારે સાબુદાણા ફુલેલા દેખાય ત્યારે તેને પાણીમાંથી બહાર કાઢી અલગ રાખી દો.
 • ત્યાર બાદ તપેલીમાં ઘી ગરમ કરો અને તેમાં જીરૂ નાંખી ફ્રાઇ કરો.
 • જીરૂ ફ્રાઇ થઇ ગયા બાદ કરી પત્તા અને લીલુ મરચાને ફ્રાઇ કરો અને તેમાં બટાકા (અને જો ટમેટા નાંખવાના હોય તો તે પણ) નાંખીને 1 થી 2 મિનીટ સુધી ધીમા તાપે ગેસ પર રાખો.
 • હવે આ મસાલામાં સાબુદાણા નાંખી સારી રીતે મિક્સ કરો. પાંચ મિનિટ સુધી ધીમા તાપે રાખો.
 • પછી સાબુદાણાની ખિચડીમાં સ્વાદ અનુસાર મીઠું તેમજ લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો.

સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને પલાળતા સમયે તેમાં વધારે પાણી ન ભરો. સાબુદાણાની ખીચડી બનાવતા સમયે પણ પાણીનો ઉપયોગ ન કરો. આ સમયે સાબુદાણા ચોટવા લાગે છે અને સ્વાદ પણ બગડી જાય છે.

You might also like
728_90