હવે ઘરે ટામેટાનાં રસમાંથી બનાવો ટેસ્ટી પનીર ટમાટરી

આજે અમે તમને ઘરે બનાવી શકાય તેવી બિલકુલ સરળ વાનગી બનાવતા શીખવીશું. કે જે ટામેટાનાં રસમાંથી બનાવવામાં આવે છે. આપણે જે પ્રકારે પનીરની ગ્રેવી બનાવીએ છીએ તે જ રીતે પરંતુ કેટલાંક ફેરફારો સાથે ટામેટાનાં જ્યૂસમાંથી તૈયાર થતી રેસિપી આજે અમે તમને શીખવીશું. આ રેસિપીનું નામ છે પનીર ટમાટરી.

જેને બનાવતી વખતે તેમાં ટામેટાનાં રસની સાથે માખણ અને ક્રીમ પણ નાખવામાં આવે છે, જેનાથી ડિશને એક અલગ જ રોયલ લુક મળી જાય છે. તો હવે તમે બનાવતા શીખી લો પનીર ટમાટરી.

પનીર ટમાટરી બનાવવા માટેની સામગ્રીઃ
1 કિલો- ટામેટા
250 ગ્રામ- પનીર
મીઠું સ્વાદનુસાર
4 નંગ- લીલાં મરચાં
4 નંગ- લવિંગ
6 નંગ- લસણની કળીઓ
1 મોટી- સમારેલી ડુંગળી
1 ટુકડો- તમાલપત્ર
50 ગ્રામ- માખણ
1 નાની ચમચી- સફેદ મરચાંનો પાવડર
1 મોટી ચમચી- લીંબુનો રસ
1 મોટી ચમચી- આદુ અને લસણની પેસ્ટ
1 મોટી ચમચી- મેથી પાવડર
2 મોટા ચમચા- તાજી ક્રીમ
ધાણાનાં પાંદડા અને મલાઇ સર્વ કરવા માટે

પનીર ટમાટરી બનાવવા માટેની રીત:
સૌ પહેલા 1 કિલો ટામેટા લો. પછી આ ટામેટાઓનાં ચાર ટુકડા કરો. ત્યાર બાદ લીલા મરચાં લો. તેને મોટા-મોટા કાપી નાખો. હવે ટામેટા, લીલાં મરચાં, ડુંગળી, મીઠું, લવિંગ, તેમજ તમાલપત્રને હાથેથી મસળી એક કપડાંમાં બાંધીને લટકાવી દો. હવે તેનાં નીચે એક વાસણ રાખો જેથી બધો રસ નીચોવાઇને તેમાં આવી જાય.

આ પ્રક્રિયામાં અંદાજે કુલ 8 કલાક લાગશે. પછી તમે પનીર લો. તેનાં ટુકડાઓ કરો અને તેની ઉપર લીંબુનો રસ, આદુ-લસણની પેસ્ટ તેમજ સફેદ મરચાંનો પાવડર મિક્ષ કરીને 4 કલાક સુધી તેને મુકી રાખો. હવે પનીરને તમે એક નોન સ્ટિકની અંદર શેકી નાખો.

હવે જ્યારે બીજી બાજુ બધો જ રસ જ્યારે વાસણમાં એકઠો થઇ જાય ત્યારે તેને કઢાઇમાં 1 નાની ચમચે માખણ પીગાળીને તેમાં ટામેટાનો રસ તેમજ થોડું પાણી નાખીને રાંધી દો. હવે તમે ટામેટામાં વધેલું માખણ તેમજ મેથી પાવડર અને ક્રીમ નાખો.

ત્યાર બાદ હવે ગેસ ચાલુ રાખો. તેને સતત 5 મિનિટ સુધી રાંધો ને પછી ત્યારબાદ તેમાં પનીરનાં ટુકડાઓ નાંખો. ને તેને બે મિનિટ સુધી બરાબર શેકાવા દો. હવે તમે ગેસ બંધ કરી નાંખો.

હવે તમે તમારા મહેમાન માટે લીલાધાણા અને મલાઇથી શણગારીને તેને સર્વ કરો.

You might also like