ઓનલાઇન PAN CARD બનાવવા કે સુધારો કરવા અપનાવો આ સરળ રીત

દેશમાં ઘણા બધા લોકો છે જે પોતાનું કામ ઓનલાઇન જ કરે છે. ઓનલાઇન કામ પૂર્ણ કરવાથી સમયનો વ્યય થતો નથી. ત્યારે આજે અમે તમને જણાવીએ છીએ કે તમે ઘરે બેઠા કેવી રીતે ઓનલાઇન PANCARD બનાવી શકો છો. આ ઉપરાંત PANCARD માં સુધારા પણ તમે ઘરે બેસીને કરી શકો છો. જો જરૂરી દસ્તાવેજો તૈયાર હોય અને તમે ઓનલાઈન પાનકાર્ડની અરજી કરો છો તો એક મહિનાની અંદર તમારી ઘરે નવું પાનકાર્ડ આવી જશે.

પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેના માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે સબંધની તમામ માહિતી અમે તમને જણાવી રહ્યા છીએ.

ફોર્મની અંદર એરિયા કોડ, રેન્જ કોડ વગેરે લખવાનું છે તે માટે તમે ગુગલમાં Know Your Jurisdictional સર્ચ કરી લિંક પર ક્લિક કરો એટલે ખુલી જશે. પછી તેમાં તમારા વિસ્તારમાં રહેતા કોઈ વ્યક્તિના પાન કાર્ડ મેળવી લો અને તેનો નંબર તેમાં નાંખો એટલે તમને Area Code, AO Type, Range Code, AO Number તમને મળી જશે. તમે આ ફોર્મમાં Ward/Circle, Range,Commissioner ના બોક્સમાં તમે કંઈ ન લખો તો પણ ચાલશે.

આ બધી વિગતો ભરીને પેમેન્ટ તમને જે રીતે સરળ પડતું હોય તે રીતે કરી ફોર્મ સબમિટ કરી દો. ત્યાર બાદ એક તમારી વિગતો સાથેનું એક ફોર્મ આવશે તેની પ્રિન્ટ કાઢી લો. તેમાં ફોટો ચોટાડો જે ફોટોમાં ક્રોસ સાઈન કરવાની છે તેમાં ક્રોસ સાઈન કરો અને બાકીના બીજા ફોટોમાં કંઈ કરવાનું નથી. આ બોક્સમાં ફોટો ચોટાડો ત્યારે તમારો ફોટો બ્લેક બોર્ડરને અડવો જોઈએ નહીં. તે રીતે જ કાપીને ચોંટાડવો. આ ફોર્મની ઉપર Acknowledgment Number આવશે. તે સાચવીને રાખજો. તે નંબરના આધારે તમે તમારા અરજીની પ્રક્રિયા ક્યાં પહોંચી તેને જાણી શકશો.

આ ફોર્મ સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવા.
સ્કૂલનું લિવિંગ સર્ટિફિટેટ એડ્રેસ પ્રુફની કોપી- કોઈ પણ એક વસ્તુ
ડ્રાઇવિંગ લાઈસન્સ અથવા ઈલેક્શન કાર્ડની કોપી
બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
ક્રેડિટકાર્ડ સ્ટેટમેન્ટ
પાણીબિલ
લાઈટબીલ, પાસપોર્ટની કોપી
ભાડા ચીઠ્ઠી
ટેલિફોન બીલની કોપી
પરણિત યુવતીએ મેરેજ સર્ટીફિકેટ.

હવે જો કોઇ છોકરીના નવા જ લગ્ન થયા છે તો એડ્રેસ પ્રુફમાં તમારા પતિનું એડ્રેસ કોપી ઈન્કમ ટેક્સ માન્ય ગણાશે નહી. ખુદ યુવતીના નામનું કોઈ એડ્રેસ પ્રુફ હોવું જોઈએ. જો ન હોય તો શું કરવું તે જાણી લો. વેરિફીકેશન ફોર્મ હોય છે, તેમાં નામ અને એડ્રેસ લખી ગેઝેટેડ ઓફિસર અથવા પાલિકાના નગરસેવકની સાઈન સિક્કા કરાવી ફોર્મ સાથે જોડી દો. વેરિફિકેશન ફોર્મ માટે આ લિંક ક્લિકનો ઉપયોગ કરો. http://www.incometaxindia.gov.in/archive/Verification_Certificate_CBDT_20072012.pdf

નવા પાનકાર્ડની સ્થિતિ જાણવા માટે આ લિંકનો ઉપયોગ કરો. https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ નવું પાનકાર્ડ મહિના દિવસની અંદર તમે જે પત્રવ્યવહારનું સરનામુ લખાવ્યું હશે તેના પર આવી જશે.

You might also like