ગણેશ ચતુર્થીના પ્રસંગે ઘરે જ બનાવો મોદક

આજે ગણેશચતુર્થીનો તહેવાર છે. એવામાં ગણપતિનું ઘરમાં સ્થાપન કરવામાં આવશે. ત્યારબાદ ગણપતિની સવાર-સાંજ આરતી કરીને પ્રસાદ ચઢાવાશે. તો આજે અમે તમને ગણેશજીની પસંદગી મિઠાઇ મોદકની રેસીપી બતાવી રહ્યા છીએ.

સામગ્રી:
2 કપ ચોખાનો લોટ
1 ચમચી ખાંડ
2 કપ ગોળ
છીણેલું નારિયેળ 2 કપ
અડઝી ચમચી ઇલાયચી પાઉડર
તલનું તેલ 1 ચમચી

બનાવવાની રીત: સૌથી પહેલા નારિયેળને સૂકુ શેકી લો અને અલગ રાખી દો. હવે 2 કપ પાણીમાં ગોળ નાંખઓ અને ઉભરો આવે ત્યાં સુધી પકાવો. જ્યારે ગોળ જાડો થવા લાગે ત્યારે એમાં શેકેલું નારિયેળ નાંખો. એમાં ઇલાયચી પાવડર નાંખીને બરોબર મિક્સ કરો. મિશ્રણને ગેસ પરથી ઉતારીને અલગ રાખો. હવે ચોખાના લોટમાં 2 કપ ગરમ પાણી, તેલ અને ચપટી મીઠું નાંથઓ અને લોટ બરોબર બાંધી લો. તૈયાર લોટમાંથી મીડિયમ સાઇઝની ગોળીઓ બનાવો અને એની વચ્ચે નારિયેળ અને ગોળનું ફીલિંગ ભરીને મોદક શેપ આપો. જ્યારે બધા મોદક બની જાય ત્યાપે એને ઢાંકીને સ્ટીમ તકો અને સારી રીતે બનાવો.

http://sambhaavnews.com/

You might also like