હવે ઘરે જ તમે બનાવો ગરમા-ગરમ ‘મેગીના ભજિયા’

કોઇ પણ પ્રકારની વાનગીઓ ખાવા માટે ગુજરાતીઓ ખૂબ જ શોખિન હોય છે. તો તમે મેગી પણ ઘણી બધી વાર ખાધી હશે. ને એમાંય જો તમે ગરમ-ગરમ મેગી ખાધી હોય તો તેની મજા જ કંઇક અલગ હોય છે. પરંતુ શું તમે ક્યારેય મેગીનાં ભજિયા ખાધાં છે. તો હવે અમે તમને આજે શીખવીશું કે મેગીનાં ભજિયા કેવી રીતે બનાવાય. બહાર તો ઘણી બધી જગ્યાએ મેગીનાં ભજિયા મળતા હોય છે. પરંતુ તમે ઘરે જ મેગીના ભજિયા બનાવશો તો તે ખાવાની મજા જ કંઇક ઓર હશે.

મેગીનાં ભજિયાં બનાવવા માટે જોઇતી સામગ્રીઃ
એક પેકેટઃ મેગી
એક પેકેટઃ મેગી મસાલો
ઝીણી સમારેલી એક મોટી ડુંગળી
કોર્ન ફ્લોર અડધી ચમચી
બેસન અડધી ચમચી
મીઠું અને તેલ (તળવા માટે)

મેગીનાં ભજિયાં બનાવવા માટેની રીતઃ
સૌ પહેલાં તમે એક પેન લો. આ પેનમાં એક કપ પાણી નાંખો. અને તેને ગર થવા મૂી દો. પછી જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં મેગી નૂડલ્સ અને મેગીનો મસાલો તેમાં નાંખો. હવે જ્યારે મેગી બની જાય તો તેને પેનમાંથી નીકાળી દો. અને તેને બાજુમાં કાઢી મૂકી દો.

હવે તમે એક બાઉલ લો. તેમાં બેસન, કોર્ન ફ્લોર અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાંખો. આ મિશ્રણમાં પછી તમે ઝીણી સમારેલી ડુંગળી નાંખો. પછી તમે તેમાં કોથમીર, કોબીજ અને ઝીણાં સમારેલાં મરચાં પણ નાંખી શકો છો. હવે આ મિશ્રણમાં તમે તૈયાર કરેલી મેગી નાંખો અને તેમાં થોડું પાણી નાંખીને બધી જ સામગ્રી સારી રીતે મિક્ષ કરી લો. હવે એક કઢાઇ લો અને તેમાં તમે તેલ નાંખો અને તેને ગરમ કરો અને પછી આ મિશ્રણને ચમચીથી કઢાઇમાં નાંખો. પછી જ્યારે ભજિયાં બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તેને તૈયાર થવા દો. અને પછી તેને ઉતારી લો.

આ બનાવટમાં જો તમે ઇચ્છો તો બેસનની સાથે મિશ્રણમાં બેકિંગ પાવડર પણ નાંખી શકો છો. હવે તમારા તૈયાર થઇ ગયેલાં મેગીનાં ભજીયાને તમે ટોમેટો કેચ અપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

You might also like