માત્ર 15 મિનીટમાં જ ઘરે તૈયાર કરો લેમન ચિકન

જો તમને ચિકન બનાવવાની ઇચ્છા હોય એટલે કે ચિકનને મેરિનેટ કરવાની ઇચ્છા હોય તો તમે ક્યારેક ઘરે લેમન ચિકન પણ બનાવી શકો છો. અને એ પણ તેને મેરીનેટ કરવામાં ફક્ત ૧૫ મિનીટ લાગે છે. તે ઘણું સ્પાઈસી હોય છે. તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે.

આ રેસીપી બનાવવા માટે કશ્મીરી મરચાંનો પાવડર, હળદર, મીંઠુ, આદુ તેમજ લીંબુ જ પૂરતા છે. આથી જો તમારી જોડે સમય ના હોય તો તમે ઘરે એ દિવસે લેમન ચિકન બનાવીને પણ ચિકનનાં સ્વાદની મજા માણી શકો છો.

લેમન ચિકન બનાવવા માટેની જરૂરી સામગ્રીઃ
નાના નાના ટુકડાંમાં કટિંગ કરેલ ચિકન, અંદાજે ૩૦૦ ગ્રામ
૨ ચમચીઃ કશ્મીરી મરચાંનો પાવડર
૧/૨ નાની ચમચીઃ કાળા મરીનો પાવડર
૧ ચમચીઃ આદુ-લસણની પેસ્ટ
૧/૪ નાની ચમચીઃ હળદર પાવડર
૩ લીંબુનો રસ
૧/૨ નાની ચમચી અથવા જરૂરિયાત અનુસારઃ મીઠું
જરૂરીયાત મુજબઃ નારીયેળ તેલ

લેમન ચિકન બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. પછી તમે લીંબુ લો. તે લીંબુને આ બાઉલમાં નીચોવીને તેમાં બધાં જ મસાલાને મિક્ષ કરી લો. હવે તેમાં ચિકનનાં ટુકડાંઓ નાંખીને એ બધું જ બરાબર રીતે તમે મિશ્રણ કરી લો.

ત્યાર બાદ હવે તેને 10થી 15 મિનીટ માટે મુકી રાખો. અને એમાંય જો તમારી પાસે સમય હજી પણ વધારે હોય તો તેને હજી થોડા કલાકો સુધી મુકી રાખો.

હવે એક પેન લો અને તેલ લો. એ પેનમાં તમે તેલને બરાબર ગરમ કરો. ને પછી ચિકનનાં ટુકડાંઓને ડીપ ફ્રાઈ કરી નાંખો. હવે તમારૂ લેમન ચિકન તમે તમારા મહેમાનને સર્વ કરી શકો છો.

You might also like