Categories: Recipes

હવે સ્વીટ વાનગીમાં બનાવો “જામફળની ખીર”

જો તમને શિયાળામાં ફળ તરીકે જામફળ વધારે પસંદ હોય તો તમે જામફળ તો અવાર-નવાર શિયાળામાં ખાતા હશો ને એ સિવાય તમે જામફળનું શાક પણ ખાતા હશો પણ શું તમે ક્યારેય જામફળની ખીર ખાધી છે.

તો હવે આજે અમે તમને બનાવતા શીખવીશું જામફળની ખીર. ને આ ખીરને જામફળ, દૂધ, ખાંડ અને લીલી ઇલાયચીથી ભરપૂર
સ્વાદિષ્ટ રીતે તૈયાર કરો. આ સ્વીટ ડિશને તમે તમારા મિત્રો અને પરિવારનાં લોકો માટે પણ કોઇક સારા પ્રસંગે બનાવી શકો છો.

કુલ સમયઃ
50 મિનીટ

તૈયાર કરવા માટેનો સમયઃ
20 મિનીટ

કેલરીઃ
384

જામફળની ખીર બનાવવા માટેની સામગ્રીઃ (5 લોકો માટે)
બે કપ દૂધ
બે જામફળ
ડ્રાયફ્રુટ્સ
2 કપ ખાંડ
અડધી ચમચી લીલી ઇલાયચી (છીણેલ)
2 ઝીણી કેસર

જામફળની ખીર બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે એક પેન લો. આ પેન તમે એવી રીતે પાણી નાખો કે જેમાં જામફળ સંપૂર્ણ રીતે ડૂબી જાય. આ જામફળ જ્યાં સુધી
બરાબર સોફ્ટ એટલે કે નરમ થઇ જાય ત્યાં સુધી તેને બરાબર ઉકાળો. ઉકાળ્યા બાદ આને બ્લેન્ડરમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો.

પછી આ પેસ્ટને ચાળણીથી નીકાળી બરાબર ઝીણી કરી લો જેથી બીજ નીકળી જાય. હવે તેને પેન પર મીડિયમ તાપે બરાબર ચઢાવો,
જેમાં ખાંડ અને દૂધ નાંખો. હવે તાપને ધીમો કરી દો અને વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો.

હવે ખાંડ પીગળી જાય તો તેમાં ઇલાયચી પાવડર નાખી દો. પછી ડ્રાયફ્રુટ્સ અને કેસરથી તેને ગાર્નિશ કરો. હવે તમે આપની ઇચ્છા
અનુસાર તેને ગરમ કે ઠંડું કરીને સર્વ કરી લો.

Dhruv Brahmbhatt

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

9 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

9 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

9 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

9 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

10 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

10 hours ago