ફરાળી ઢોંસા

સામગ્રી:
1/2 કપ સામો
1/2 રાજગરાનો લોટ
1/2 કપ ખાટી છાશ
1 ટેબલ સ્પૂન આદુ-લીલા મરચાની પેસ્ટ
સિંધારું મીઠું સ્વાદાનુસારટ
બનાવવા માટે તેલ

બનાવવાની રીત: સામાને સાફ કરો અને ધોઇને ચોખ્ખા પાણીમાં 2 કલાક માટે પલાળી દો. પાણી ગાળીને 2 ટેબલ સ્પૂન પાણીની સાથે મિક્સરમાં પીસીને મુલાય પેસ્ટ બનાવી લો. મિશ્રણને એક બાઉલમાં નાંખો. રાજગરાનો લોટ, છાશ, આદુ-લીલા મરચાની પેસ્ટ, સિંધારું મીઠું નાંખીને સારી રીતે મિક્સ કરો. આથો લાવવા માટે આખી રાત ઢાંકીને રાખો. ખીરાને 8 બરોબરના ભાગમાં વહેંચી ગો અને એક તરફ રાખો. એક નોન-સ્ટીક તવો ગરમ કરો. ખીરાને નોન-સ્ટીક પર નાંખીને ગોળ ફેલાવો. કિનારી પર થોડું તેલ અને બંને બાજુ થોડું ગોલ્ડન થાય ત્યાં સુધી બનાવો. મગફળી દહીં ચટણી અથવા લીલી ચટનીની સાથે ગરમા ગરમ પીરસો.

http://sambhaavnews.com/

You might also like