હવે ઘરે બનાવો ભરપૂર સ્વાદિષ્ટ દહીંનાં ભલ્લા

મિત્રો આજે અમે તમને ખાવા બનાવવાની વાનગીમાં શીખવીશું કંઇક નવી જ વાનગી. આજે અમે તમને શીખવીશું “દહીંનાં ભલ્લા”. કે જેને બનાવવા તમારા માટે ખૂબ જ આસાન છે. સાથે તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર છે. અને એમાંય સૌથી ખાસ વાત તો એ છે કે તે ખૂબ જ ઝડપથી બની પણ જાય છે.

દહીંનાં ભલ્લા બનાવવા માટેની જરૂરી સામગ્રી:
અડદની ધોયેલી દાળ અને મગ- 1 કપ
પાણી
મીઠું- 1/2 ટી સ્પૂન
જીરૂ- અડધી ચમચી
સમારેલું આદું- 2 ચમચી
સમારેલા લીલા મરચાં- 5 ગ્રામ
તેલ
ઘટ્ટ દહીં- 2 કપ
ખાંડ- 1 કપ
જીરૂ- થોડું દળેલું
થોડું કાળું મીઠું

દહીંનાં ભલ્લા બનાવવા માટેની રીત:

સૌ પહેલાં તો તમે મગ અને અડદની દાળ લો. તેને 2થી3 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી તમે તે દાળને મિક્સરમાં બારીક રીતે ક્રશ કરી દો એટલે કે દળી લો. આ દાળની પેસ્ટમાં મીઠું, જીરૂ, આદું તેમજ લીલા મરચાં મિક્સ કરી તેને બરાબર હલાવી દો.

હવે એક કઢાઇ લો. આ કઢાઇમાં તમે તેલને ગરમ કરો. આ તેલ જ્યારે બરાબર ગરમ થઇ જાય ત્યારે તેમાં દાળની પેસ્ટનાં ગોળ-ગોળ ભલ્લા બનાવીને ગરમ તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. હવે આ ભલ્લાને તળી તેને પેપર પર નીકાળી દો. જેથી તેમાનું વધારાનું તેલ નિકળી જશે. પછી જ્યારે તે ઠંડા થઇ જાય ત્યારે તેને ગરમ પાણીમાં પલાળી દો.

હવે એક બીજું વાસણ લો. આ વાસણમાં દહીંને વધુ સારી રીતે હલાવી દો. પછી તેમાં ખાંડ, મીઠું, જીરૂ, પાવડર, કાળું મીઠું અને સફેદ મરચાંનો પાવડર નાંખી તેને સારી રીતે મિક્સ કરી દો.

હવે આ ભલ્લાને પાણીમાંથી નીકાળીને તેને બરાબર નિચોવી દો. ત્યાર બાદ આ ભલ્લાને દહીમાં નાખી દો. અને હવે 10થી 15 મિનિટ સુધી તેને પલાળી રાખો. હવે તેનાં પર આમલીની ચટણી નાખી ઠંડા ભલ્લાને એક ડીશમાં સર્વ કરો.

You might also like