આ રીતે ઘરે જ બનાવો બહાર જેવા ટેસ્ટી ચીઝ રોલ્સ

સામગ્રી:
1 કપ છીણેણું ચીઝ

1/4 કપ બટાકા

1/4 કપ છીણેલું પ્રોસેસ ચીઝ

2 ટી.સ્પૂન આદું-મરંચાની પેસ્ટ

ચપટી હળદળ પાવડર

1 ટી. સ્પૂન ધાણાજીરૂં

1 ટી.સ્પૂન લાલ મરચું

1 ટી.સ્પૂન સૂકો આમચૂર પાવડર

1/2 ટી.સ્પૂન ગરમ મસાલો

સ્વાદનુસાર મીઠું

1/2 કપ મેંદાનો લોટ

1/2 કપ પાણી

1 કપ વર્મીસિલી સેવ

રીત:

એક બાઉલમાં છીણેલુ ચીઝ, બાફેલા બટાકાની છીણ, છીણેલું પ્રોસેસ ચીઝ, આદું-મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણાજીરૂ, લાલ મરચું, આમચૂર પાવડર, ગરમ મસાલો અને સ્વાદનુસાર મીઠું નાખી મિશ્રણને હાથોથી મિક્સ કરો.

હવે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઇ ગોળ વાળીને રોલ બનાવો. આ રીતે બધા રોલ બનાવો.

આ પછી એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી, એક પ્લેટમાં ટૂકડા કરેલી વર્મિસિલી સેવ લો, હવે ચીઝ રોલને મેંદાની સ્લરીમાં રગદોળીને સેવમાં રગદોળો. હવે આ રોલ્સને તળવા માટે ગરમ તેલમાં ધીમા તાપે આ રોલને ફ્રાય કરો.

તો તૈયાર છે ગરમાગરમ ચીઝ રોલ્સ, આ ચીઝ રોલ્સને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

You might also like