આ રીતે ઘરે જ બનાવો હવે ટેસ્ટી ચણા જોર ગરમ

ચણા જોર ગરમ બનાવવાની સામગ્રીઃ-
સૌ પ્રથમ તેનો મસાલો તૈયાર કરવો.

મસાલો તૈયાર કરવા માટેઃ તજ, લવિંગ, ધાણા, સફેદ મરી, એલચી, જીરૂં, શાહજીરૂ અને તમાલપત્ર. આ બધાંને થોડાં તેલમાં શેકવાં. શાહજીરૂ લો તેને શેક્યા વગર તેમાં નાખવું. પછી 2 મરચાં લઇ લો. તેને અલગ તેલમાં શેકીને નાંખવાં. આ દરેકને સરખાં ભાગે લઇ લેવું, પછી 2 ચમચા મસાલો બનાવવો. તેની અંદર સંચળ અને અનારદાણા નાખીને ખાંડવાં.

ચણા જોર ગરમ બનાવવાની રીતઃ-
સૌ પ્રથમ એક તપેલી લો. તેની અંદર પ્રમાણસર પાણી લઇ લેવું. તે પાણીને ઉકાળવું. તે ઉકળે એટલે તેની અંદર મીઠું અને 250 ગ્રામ ચણા નાંખવાં. હવે જ્યારે ચણા ઉપર તરી આવે એટલે તેને ઝારી વડે નીકાળી લેવાં.

ત્યાર બાદ પછીથી એક ચમચો તેલ નાંખીને, તેને ઢાંકીને બેથી ત્રણ કલાક સુધી રહેવા દેવાં. ત્યાર બાદ કપડાં ઉપર તેને પાથરી, ટીપીને થોડાંક ચપડા કરવાં. હવે બધાં જ ચણા જ્યારે ચપડા થઇ જાય એટલે પાણીમાં તેલ મૂકી, તે બરાબર ગરમ થાય એટલે થોડાંક ચણા તળી લેવાં.

હવે જ્યારે તેલ નીતરી જાય એટલે તેમાં હળદર, મીઠું અને તૈયાર કરેલ મસાલો નાખવો. તો લો હવે તૈયાર છે તમારા ટેસ્ટી ચણા જોર ગરમ. હવે તેને મહેમાન માટે એક ડીશમાં તેને લીંબુ, મરચાં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.

You might also like