હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ચટાકેદાર બુંદી રાયતા

બુંદી રાયતા બનાવવા માટે જોઇતી સામગ્રીઃ
બુંદીઃ 1 કપ
દહીં: 2 કપ
જીરું પાઉડર: 2 ચપટી
લાલ મરચું: 2 ચપટી
મીઠું સ્વાદ અનુસાર

બુંદી રાયતા બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. તેમાં દહીં નાંખો. અને તેમાં બરાબર રીતે મીઠું નાંખી તેને સરખી રીતે મિક્ષ કરો. (ખાસ કરીને દહીં તાજું અને શુદ્ધ જ વાપરવું.) ત્યાર બાદ તેમાં તમે બુંદી નાંખો અને તેને મિક્ષ કરો. હવે તમે રાયતાને સરસ રીતે તૈયાર કરી લો.

એટલે કે તમે આટલું કરશો એટલે તમારૂ બુંદી રાયતા તૈયાર. હવે તમે બુંદી રાયતાને સર્વ કરતી વખતે તેમાં જીરૂ અને લાલ મરચું નાંખો. પછી તેને ફ્રીજમાં ઠંડા કરવા માટે મૂકી દો અને પછી તેને ઠંડુ થઇ ગયા બાદ બરાબર સર્વ કરો.

You might also like