હવે ઘરે બનાવો બાળકોને પસંદ એવી કેળાંની પૂરણપોળી

કેળાંની પૂરણપોળી બનાવવા માટેની સામગ્રીઃ
૨ કપઃ ઘઉંનો લોટ
૩ નંગઃ પાકા કેળાં
૧ ચમચીઃ એલચીનો પાઉડર
૧ ચમચીઃ જાયફળનો પાઉડર
અડધો કપઃ બુરૂ ખાંડ
જરૂરીયાત મુજબઃ તેલ
જરૂરીયાત મુજબઃ ઘી

કેળાંની વેઢમી બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે કેળાં લઇ લો. તેને બરાબર છૂંદીને તેમાં પૂરણની બધી જ સામગ્રી ભેળવી દો. ને ત્યાર બાદ લોટમાં તમે મોયણ જેટલું તેલ ભેળવી તેને ગરમ પાણીથી કડક બાંધી દો. હવે તેમાંથી તમે પાતળી રોટલી વણી લો.

હવે તેની વચ્ચે કેળાનું પૂરણ મુકી દો અને રોટલીને વણી નાખો. ત્યાર બાદ બંને બાજુથી કોરી શેકી લો અને ઉપર ઘીને લગાવી ગરમ-ગરમ વેઢમીનો પછી સ્વાદ માણો.

You might also like