હવે ઘેર બેઠા આપ બનાવો સ્વાદિષ્ટ ફરાળી બટાકાનો હલવો

બટાકાનો હલવો બનાવવા 4 લોકો માટે જોઇતી સામગ્રીઃ
4 અથવા 5 મિડીયમ સાઇઝનાં બટાકા
ખાંડ-100 ગ્રામ(અડધો કપ)
ઘી-4 મોટી ચમચી
દૂધ-એક કપ
કિશમિશ-1 મોટો ચમચો
કાજુ-1 મોટા ચમચામાં નાના-નાના ટુકડાઓમાં
ઇલાયચી- 5કે6 (ઇલાયચીને ફોલી ખાંડી લો)
બદામ-6કે7 સહજ છીણેલ

બટાકાનો હલવો બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઇને પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ તેનાં પરથી છાલ ઉતારી નાંખો. હવે એક કઢાઇ લો. જેમાં બે ચમચી ઘી નાંખી તેને ગરમ કરી લો. આમાં બટાકા નાંખીને 7-8 મિનીટ સુધી તેને બરાબર ફ્રાય કરી લો. ત્યાર બાદ આ ફ્રાય કરેલ બટાકામાં દૂધ,ખાંડ,કિશમિશ અને કાજુ નાંખો. આ સમયે હલવાને બરાબર એક મોટા ચમચાથી હલાવતા રહો. પછી 7-8 મિનીટ બાદ ગેસને બંધ કરી દો. ત્યાર બાદ હલવામાં ઇલાયચી પાઉડર નાંખીને તેને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે આમાં વધેલું ઘી પણ મિક્ષ કરી લો. તો હવે તમારો બટાકાનો હલવો સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઇ ગયો. હવે તમે આને એક ગ્લાસમાં નિકાળી તેનાં પર બદામનો ભૂકો નાંખી તેનાં પર સજાવટ કરી શકો છો.

You might also like