હેડફોન વગર વ્હોટ્સએપના ઓડિયો મેસેજને કેવી રીતે સાંભળશો?

માનીલો કે તમે કોઈ મિટિંગમાં છો કે ઓફિસમાં છો અને તે સમયે તમારા વ્હોટ્સએપ પર કોઈ ઓડિયો કે વોઈસ મેસેજ આવે છે અને તમારી પાસે હેડફોન નથી. એવમાં તમે એ ઓડિયોને સાંભળી શકતા નથી કેમકે તમારી પાસે હેડફોન નથી, તો જાણો કે હેડફોન વગર કેવી રીતે તમે વ્હોટ્સએપમાં ઓડિયો મેસેજને સાંભળશો….

જણાવી દઈએ કે આ ફીચર વ્હોટ્સએપમાં પહેલાથી જ છે પણ ખુબ ઓછા લોકોને આ વિશેની જાણકારી છે. તો હવે સવાલ એ છે આખરે મેસેજને હેડફોન વગર કેવી રીતે સાંભળશો. માની લો કે તમારા વ્હોટ્સએપ નંબર પર કોઈએ ઓડિયો મેસેજ મોકલ્યો છે તો બસ મેસેજને ડાઉનલોડ કરો ત્યાર બાદ પ્લેબટન દબાવો અને કાન પાસે પોનને લગાવી દો, ઠીક એવી રીતે જેવી રીતે તમે ફોનમાં કોઈની સાથે વાત કરી રહ્યા છો અને ફોનને કાનેથી લગાવેલો છે. હવે તમે અવાજ કર્યા વગર હેડફોનનો ઉપયોગ કર્યા વગર જ વ્હોટ્સએપના ઓડિયો મેસેજને સાંભળી શકો છો.

તો આ રીતે તમે હેડફોનનો ઉપયોગ કર્યા વગર જ વ્હોટ્સએપમાં આવેલા ઓડિયો મેસેજને છુપાઈને સાંભળી શકો છો જેનાથી કોઈને હેરાનગતી પહોંચતી નથી અને કોઈએ તમને મોકલેલો પર્સનલ મેસેજ પણ વ્યક્તિગત રહે છે.

You might also like