હાર્ટ એટેક છે કે છાતીમાં બળતરા એ કેવી રીતે જાણી શકો?

નવી દિલ્લી: ભારતમાં હૃદય સંબંધી બીમારીઓથી થનારા મૃત્યુની સંખ્યા વધી રહી હોવાથી, લોકોની છાતીમાં બળતરા થાય તેનો તેઓ હૃદયરોગનો હુમલો સમજી લે છે.

આના પરિણામે ઘણા લોકો છાતીમાં બળતરાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી જતા હોય છે. હૃદયરોગની સંભાવનાથી બચવા માટે દર્દી અને તેની આસપાસના લોકો પાસે ઉપલબ્ધ સાધનો વાપરવાને કારણે હૃદયરોગનો હુમલો અથવા તેની સંભાવનાથી ઊભા થયેલા તણાવ વચ્ચે ભેદ પારખતા શીખવું જોઈએ.

એક નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતી હૃદયને લગતી બીમારી નહોતી હોતી. તણાવ અથવા હૃદયરોગના શરૂઆતના લક્ષણોના પરીક્ષણ વિશે ડોક્ટરોએ કહ્યું છે કે બંને બીમારીઓમાં શ્વાસ લેવાની તકલીફ થાય છે.

ફોર્ટિસ એસ્કોર્ટ ઇન્ડ્રસ્ટ્રીઝમાં પ્રીવેન્ટિવ કાર્ડિયોલોજીના પ્રમુખ ડોક્ટર પીયુષ જૈનના જણાવ્યા પ્રમાણે, છાતીમાં બળતરા થવાનું કારણ શ્વાસ લેવામાં તકલીફ નથી હોતી. જ્યારે કે બીજી તરફે હૃદયરોગમાં સોજા અને ઉલટી જેવા લક્ષણો પણ જોવા નથી મળતા. આ લક્ષણોનો સંબંધ માત્ર છાતીમાં બળતરાના સંદર્ભે જોવા મળતા હોય છે.

જૈને વધુમાં જણાવ્યું કે છાતીમાં બળતરાને કારણે થતી બેચીનીનો ઇલાજ દવાથી કરી શકાય છે અને એનાથી પેટમાં એસિડના સ્તરને નિયંત્રિત કરી શકાય છે.

તેમણે વધુ જણાવતા કહ્યું કે છાતીમાં બળતરા થવા અને હૃદયરોગના હુમલાના લક્ષણોમાં જોકે ઘણી સમાનતાઓ હોય છે પરંતુ ઇલાજના સંદર્ભે બંને બીમારીઓમાં કોઈ સમાનતા નથી હોતી. તેમણે જણઆવ્યું કે હૃદયરોગ ચોક્કસ એક બીમારી છે, જ્યારે કે છાતીમાં બળતરા થવા માત્ર તેનું એક લક્ષણ છે.

You might also like