સ્ત્રી સુખ અને ઘન મેળવવા માટે અક્સીર છે આ નુસ્ખા

અમદાવાદ : તમારી આસપાસની દરેક વસ્તુની તમારા પર સારી કે ખરાબ અસર પડતી હોય ચે. તમારી આસપાસ રહેલી ઉર્જા જો સાનુકુળ હોય તો તમારી પ્રગતી થાય છે અને જો પ્રતિકુળ હોય તો તેની ખરાબ અસર પડતી હોય છે. આ એનર્જી નોકરીથી માંડીને લગ્ન સુધીનાં તમામ ક્ષેત્રમાં લાગુ પડે છે.

લગ્નની ઉંમરે પહોંચેલા લોકો માટે કેટલીક જાણવા જેવી અને ખ્યાલમાં રાખવા જેવી બાબતો છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તે લગ્નની બાબતમાં ઘણી જ સરળતા રહે છે. ઉપરાંત અન્ય લોકો માટે પણ આ ટીપ્સ ઘણી સરળ રહે છે.

* યુવકનો પલંગ એવા સ્થાને રાખવો કે સુતી વખતે પગ ઉત્તરમાં અને માથુ દક્ષિણ તરફ રહે. સુવાના આ નિયમની ક્યારે પણ અદેખો ન કરવો જોઇએ.
* જે રૂમમાં એકથી વધારે દરવાજા હોય, હવા અને પ્રકાશ પણ ઓછા આવતા હોય તેવા રૂમમાં સુવાનું ટાળવું જોઇએ.
* શક્ય હોય ત્યાં સુધી પલંગ,ચાદર અથવા ઓઢવાની વસ્તુમાં કાળા રંગનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઇએ.
* આરામ કરવાનાં રૂમમાં ઘાટ્ટા રંગોને વધારે સ્થાન ન મળવું જોઇએ. પીંક અને પીળા જેવા આંખોને ઠંડક આપે તે પ્રકારના રંગોનો ઉપયોગ થવો જોઇએ.
* યુવકે સવારે ઉઠ્યા બાદ મૃતક વ્યક્તિનાં ફોટા જોવા મળે અથવા અન્ય કોઇ મૃત વ્યક્તિનાં પોસ્ટર કે અન્ય બાબતો જોવા મળે તેવી જગ્યાએ ન સુવુ જોઇએ.
* સવારે ઉઠીને ભગવાન અથવા મન ગમતી વ્યક્તિનું ચિત્ર જોવું વધારે હિતાવહ છે.

You might also like