Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા ઇચ્છતા હોય છે જેથી તેઓને હંમેશા એક સારા જીવનસાથીની તલાશ હોય છે. કોલેજ લાઇફમાં અનેક લોકોની ગર્લફ્રેન્ડ હોય છે તો બીજી બાજુ કેટલાંય લોકોને આ મોકો નથી મળી શકતો.

કેટલાંક છોકરાઓને કેટલીક છોકરીઓની ચોક્કસ પસંદ હોય છે પરંતુ તેઓને તે છોકરીને ઇમ્પ્રેસ કરી શકતા નથી. તો આજે અમે આપને માટે કેટલાંક ખાસ આઇડિયા લાવ્યાં છીએ કે છોકરીઓને કઇ રીતે સોશિયલ મીડિયા પર ચેટિંગ દ્વારા ઇમ્પ્રેસ કરી શકાય.

આત્મવિશ્વાસઃ છોકરીને ઇમ્પ્રેસ કરવાનો ખરો નુસખો માનવામાં આવે છે આત્મવિશ્વાસ. આપે દરેક પળે પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. આપને પોતાની જાત પર આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આપ જ્યારે પણ છોકરીને મળવા જાઓ ત્યારે તેની સાથે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મુલાકાત કરવી જોઇએ. છોકરીઓએ પણ છોકરાને મળતી વેળાએ એવું ક્યારેય નહીં વિચારવું કે કોઇ આપનાં વિશે શું વિચારી રહેલ છે.

હસતા હસતા નજર મારવીઃ છોકરાઓએ એ દેખાડવું ખૂબ જરૂરી છે કે તેઓની અંદર શું ઇંટરેસ્ટેડ છે. જ્યારે પણ આપ કોઇ છોકરીને મળો તો તેની સાથે આપે અવશ્ય વાત કરવી જોઇએ. નહીં કે પહેલી મુલાકાતમાં ચૂપચાપ બેસી રહેવું. જ્યારે છોકરી આપની પાસે બેઠેલી હોય ત્યારે આપે ચૂપચાપ નહીં રહેવું.

જો છોકરી કંઇ જ નથી બોલી રહી તો આપે સવાલ-જવાબ દ્વારા વાતચીતની શરૂઆત કરી દેવી જરૂરી છે. જો છોકરી ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર ઓનલાઇન દેખાય તો તેની સાથે વાત કરવાની અવશ્ય કોશિશ કરવી.

કેયરિંગ બનવું જોઇએઃ જ્યારે પણ છોકરી સાથે વાતચીત થાય તો વાતચીતમાં જોવું જોઇએ કે આપ તેની ખૂબ કેર કરો છો. જો આપને એવું લાગે કે એનો મૂડ નથી બરાબર તો આપે તેને હસાવવાની કોશિશ જરૂરથી કરવી જોઇએ. જેમ કે આપે એવું પૂછવું જોઇએ કે આજે પૂરો દિવસ આપે શું કર્યું. આ અંગેનો જો રિપ્લાઇ આપને રિપ્લાઇ મળે તો આપે પણ આનો પ્રત્યુત્તર એ રીતે દેવો જોઇએ કે જેથી તેને પણ ખૂબ સારું લાગે.

આકર્ણક બની રહેવું: આપે આપનાં લુકનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જ્યારે પણ આપને જે પણ છોકરી સારી લાગવા લાગે ત્યારે આપે તુરંત તેનાં લુકની પ્રશંસા કરવી જોઇએ. આપે તે છોકરીની સુંદરતાની પ્રશંસા ચેટિંગમાં કરતા રહેવું જોઇએ. આ બધું કરવાથી આપની તે છોકરી સાથેની દોસ્તીમાં પણ વાત આગળ વધશે.

You might also like