મેકઅપ કરીને હટાવો ચહેરા પરના તલ

છોકરીઓ અને મહિલાઓ તેમની સુંદરતાને લઇને ઘણી સજાગ રહે છે અને તેમને એવી કોઇ ચીજ પસંદ પડતી નથી જે તેમના લુકને થોડું પણ ખરાબ કરે. શરીરમાં રહેલા તલને અમુક લોકો તેને બ્યૂટી માર્ક માને છે તો અમુલ લોકોને તો તે પસંદ જ નથી. એવામાં તમે સરળતાથી મેકઅપ કરીને તલને છુપાડી શકો છો.

મેકઅપ કરતાં પહેલા મોઢાને બરોબર પાણીથી ધોઇ નાંખો અને રૂમાં થોડું ટોનર લઇને મોઢા અને ગરદન પર લગાવો. ટોનિંગથી તમારો મેકઅપ વધારે સમય સુધી ટકશે કારણ કે તે તમારી સ્કીનને શુષ્ક રાખે છે.

તલને છુપાવવા રાખવા માટે ઓયલ ફ્રી ફાઉન્ડેશન લો અને તમારી સ્કીનના કલર પ્રમાણે હલ્કો રંગ પસંદ કરો. તે તલને છુપાવવા ગણા મદદરૂપ સાબિત થશે. તમારી સ્કીન પર સમાન રૂપથી ફાઇન્ડેશન લગાવો અને એ વાતનું ધ્યાન રાખો કે તલ છુપાઇ જાય.

કન્સીલર તલ છુપાવવા માટે સૌથી જૂનું અને સરળ મેકઅપ ટિપ્સમાંથી એક છે. કન્સીલરથી તમે તમારા ચહેરા પરના કાળા ડાઘા, તલ અથવા નિશાન છુપાવી શકો છો. પરંતુ એ વાતનું ધઅયાન રાખો કે ફાઉન્ડેશન અને કન્સીલરનો એક સરખો કલર હોવો જોઇએ.

જો તમે વધારે સારું પરિણામ ઇચ્છો છોતો આ ઘણું મહત્વપૂર્ણ છે કે કન્સીલર અને પાઉડર સારી રીતે મિક્સ કરવામાં આવે, જો તમે કન્સીલરના બે લેટર લગાવી રહ્યા છો તે બીજુ લેયર લગાડતી વખતે પહેલા થોડો પાવડર લગાવો.

પહેલા કન્સીલર ફક્ત બે કલરમાં જ મળતું હતું પરંતુ હવે લીલો, લંવન્ડર અને પીળા કન્સીલર પણ ઉપલબ્ધ છે જે તમારા તલને છુપાવવામાં મદદ કરે છે.

ક્રીમ કન્સીલરના એક ટીપા સાથે તમે તમારા ચહેરા પર જાદૂ કરી શકો છો. તલ ગમે તેટલો કાળઓ હશે તો તેને ઘાટા કલરથી છુપાવશે.

You might also like