ગુસ્સામાં છે પત્ની તો આવી રીતે મનાવો

જ્યારે પત્ની ગુસ્સામાં આવી જાય તો એને મનાવવી ખૂબ જ મુશ્કેલ છે. એવામાં પતિ એને મનાવવા માટે નવી નવી રીતો શોધતો રહે છે જે ખૂબ જ ઓછી કામ કરે છે. પરંતુ પત્નીના ગુસ્સા થવા પર જો તમે આ રીતોને અપનાવશો તો પોતાની નારાજગી ભૂલીને પ્રેમ દેખાડવા લાગશે. ચલો તો જાણીએ આ બાબતે.

મોટાભાગે જોવામાં આવે છે કે સાસુ વહુને એકબીજા સાથે અણબન હોય છે. એવામાં એનો બધો જ ગુસ્સો પતિ પર જ ઊતરે છે. એટલા માટે એને શાંતિથી સાંભળો અને એ શઆંત થઇ જાય ત્યારે એને પ્રેમથી સમજાવો. જો એની ભૂલ છે તો એને સમજાવો કે એ ક્યાં ખોટી છે. પરંતુ એ દરમિયાન બિલકુલ પણ બોલશો નહીં.

પત્નીના ગુસ્સા થવા પર એને અચાનક ગળે લગાવી દો અને કિસ આપી દો. એવામાં એ બધું જ ભૂલી જશે અને જાતે જ નોર્મલ થઇ જશે.

પત્ની ગુસ્સામાં હોય તો એને શોપિંગ પર લઇ જાવ. એનાથી એનો મૂડ ફ્રેશ થઇ જશે અને બને તો બંને ખાવા પીવાનું બહાર કરીને જ આવજો.

પત્નીને ગુસ્સો ત્યારે વધારે આવે છે જ્યારે એની વાતોને તમે ડ્રામા કહી દો છો. એટલા માટે એની વાતો પર ઓવર રિએક્ટ કરશો નહીં. જો તમને લાગે છે કે પત્ની ડ્રામા કરી રહી છે તો એને સમજવાનો પ્રયત્ન કરો એની ઉપર ગુસ્સે થશો નહીં.

પત્ની ગુસ્સામાં છે તો એની પસંદનું ખાવાનું એને ખવડાવો. એને આવું ત્યારે સારું લાગશે જ્યારે તમે તમારા હાથથી ખાવાનું બનાવશો.

http://sambhaavnews.com/

You might also like