રોકડ નથી? ટ્રિપ કેન્સલ કરવાની નથી જરૂર, અપનાવો માત્ર આ 3 ટિપ્સ

નોટબંધીના કારણે આ દિવસોમાં રોકડની પરેશાની દરેક લોકોને હેરાન પરેશાન કરી રહી છે. એવામાં જં લોકોએ પહેલાથી ટ્રિપ પ્લાન કરી હતી, એમાંથી વધારે લોકો ટ્રિપ કેન્સલ કરી રહ્યા છે. જો તમે પણ નિરાશ થઇને ટ્રિપ કેન્સલ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ જરૂરથી વાંચો. ત્યારબાદ તમે તમારી ટ્રિપ જરૂરથી માણી શકશો. કારણ કે તેને કેન્સલ કરવાની કોઇ જરૂર જ પડશે નહીં. ટ્રિપ પર જતાં પહેલાં આ 3 કામ જરૂરથી કરી લો.

પેકેજ બુક કરો
જો તમે કોઇ ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો એમાં એવું પેકેજ બુક કરાવો કે રહેવાની સાથે સાથે ખાવા પીવાનું અને લોકલ ટ્રન્સપોર્ટના ખર્ચનો સમાવેશ થાય. પછી આ પેકેજનું પેમેન્ટ ઓનલાઇન અથવા કાર્ડથી કરી દો. એવામાં તમને રોકડની જરૂરીયાત ઓછી થઇ જશે અને એમાં તમને તમારી ટ્રિપ કેન્સલ કરવાની નોબત આવશે નહીં.

લોકલ ટ્રાવેલ
તમે જે પણ શહેરમાં જઇ રહ્યા છો પ્રયત્ન કરો કે આસપાસના વિસ્તારોમાં હરવા ફરવા નિકાળવા માટે ખાનગી કંપનીઓની કંબ સર્વિસ બુક કરો. યાત્રાના અંતમાં મોબાઇલ વોલેટ અથવા કાર્ડથી પેમેન્ટ કરો.

રોકડ વગર ના નિકળશો
ભલે તમને વધારે રોકડની જરૂરીયાત નથી, પરંતુ અમે એવી સલાહ આપીશું કે ટ્રિપ પર નિકળતાં પહેલા કેટલીક રોકડ, ખાસ કરીને નાના મૂલ્યની નોટ હંમેશા સાથે રાખો, કારણ કે ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. બની શકે છે કે તમારે પાણીની બોટલ જ ખરીદવી પડે અને દુકાનદાર પાસે સ્વાઇપ મશીન ના હોય, ત્યારે શું કરશો?

આ બધા ઉપરાંત હોટલમાંથી નિકળતા પહેલા એ વાતની જાણકારી એકત્રિત કરી લો કે કઇ શોપિંગ જગ્યાએ અને રેસ્ટોરન્ટમાં પ્લાસ્ટિકમનીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એનાથી તમને દિવસ દરમિયાન પ્રોગ્રામ પ્લાન કરવાનો મોકો મળશે

You might also like