બ્રા પહેરવાથી સ્કીન પર પડી ગયા છે નિશાન આ રીતે કરો દૂર

બ્રા આપણાં શરીરના સીધા સંપર્કમાં રહે છે કારણ કે એ આપણી સ્કીન પર એકદમ ચોંટેલી રહે છે. અમુક મહિલાઓ બ્રા હંમેશા પહેરે છે અને એ બ્રા એકદમ ફીટ હોય તો તમારા ખભા, પીઠ અને છાતી પર નિશાન બની જાય છે. એના માટે તો સૌથી પહેલા તમે બરાબર સાઇઝની બ્રા પહેરવાનું શરૂ કરી દો. સાથે એવો પ્રયત્ન કરો કે રાતે સૂતી વખતે બ્રા નિકાળીને સૂઇ જાવ. એનાથી તમારે બ્રેસ્ટ અને આજુબાજુની સ્કીનને શ્વાસ લેવાની જગ્યા મળશે. આ ઉપરાંત પહેલાથી પડી ચૂકેવા બ્રા ના નિશાનને દૂર કરવા માટે તમે આ રીત અપનાવી શકો છો.

1. ઢીલી સ્ટ્રેપ
આ એકદમ સરળ રીત છે. હકીકતમાં બ્રાની સ્ટ્રેપ ઇસ્લાસ્ટિકની બનેલી હોય છે. એમાં ઢીલી અને ફીટ કરવાનુો વિકલ્પ હોય છે. તમે તમારી જરૂરીયાત અનુસાર સ્ટ્રેપને ઢીલા કરો કારણ કે તમારી સ્કીન પર કોઇ નિશાન પડે નહીં. તમે આ રીતે હંમેશા માટે અપનાવશો તો તમારે બ્રા થી પીઠ અને ખભા પર પડતી સમસ્યા સામે લડવું પડશે નહીં.

2. પેટ્રોલિયમ જેલી લગાવો
જો તમે તમારી બ્રા સ્ટ્રેપ અથવા ઇલાસ્ટિકથી પરેશાન રહો છો તો પેટ્રોલિયમ જેલી તમારા ઘણા કામમાં આવી શકે છે. પેટ્રોલિયમ જેલી તમારી સ્કીનને મુલાયમ બનાવે છે. એને શરીરના એ ભાગ પર લગાવો જ્યાં તમને બ્રા નું ઇસ્લાસ્ટિક વધારે હેરાન કરે. એનાથી તમારી સ્કીનની પૂરી સારસંભાળ થઇ જાય છે, એની પર સ્ક્રેચ કે રેશિજ પડતી નથી. જો પહેલાથી નિશાન પડેલા હોય તો ધીરે ધીરે ઓછા થઇ જાય છે.

3. સ્ક્રબ કરો
બ્રા ખૂબ જ ફીટ હોય છે જેના કારણે સ્કીન કાળી પડી જાય છે. આ ડાઘા જોવામાં સારા લાગતાં નથી. જો તમને આ સમસ્યા હોય તો તમે સ્ક્રબિંગ કરીને દૂર કરી શકો છો. તમારા પૂરા બ્રા એરિયાને સ્ક્રબિંગ સારી રીતે કરો. તેનાથી તમારી ડેડ સ્કીન નિકળી જશે. સપ્તાહમાં ન્હાતી વખતે એક વખત સ્ક્રબિંગ કરશો કો આ નિશાન પડશે નહીં.

4. મોશ્ચુરાઇઝર
તમે તમારા ફેસ, હાથ અને પગમાં તો મોશ્ચરાઇઝર તો લગાવતા જ હશો, પરંતુ બ્રેસ્ટ પર નહીં. તમારે તમારા બ્રેસ્ટને પણ મોશ્ચુરાઇઝ કરવા જોઇએ. એનાથી તમારી સ્કીન મુલાયમ થાય છે અને રેશિજ પડતાં નથી.

5. એલોવેરા જેલ
આ જેલ સરળતાથી માર્કેટમાં મળી જાય છે. રાતે સૂતી વખતે તમારી સ્કીન પર એલોવેરા લગાડો અને સવારે ઊઠશો ત્યાં સુધી તમને ફરક દેખાઇ જશે.

6. હળદર લીંબૂનો લેપ
હળદર સ્કીનનો રંગ નિખારવાનું કામ કરે છે. લીંબુનો રસ નેચરલ બ્લીચ હોય છે. થોડી હળદરમાં લીંબૂનો રસ મિક્સ કરીને તમે બ્રા ના નિશાન પર લેપની જેમ લગાવો. 10 થી 15 મિનીટ બાદ ધોઇ નાંખો.

visit: http://sambhaavnews.com/

You might also like