દવા લીધા વગર માત્ર 45 સેકન્ડમાં ઊતારો માથુ, જાણો કેવી રીતે

માથાનો દુખાવો એવી સમસ્યા છે જેને લોકો ગંભીરતાપૂર્વક લેતા નથી, પરંતુ એ એટલા હેરાન કરી દે છે કે એના કારણે રોજીંદા કામમાં સમસ્યા આવી જાય છે. માથાના દુખાવા ઘણા પ્રકારના હોય છે, પરંતુ તકલીફ આપનારા બધા હોય છે. કેટલાક લોકોને અવાજથી મોથાનો દુખાવો થાય છે તો કેટલાક લોકોને કોમ્પ્યુટરના કારણે માથાના દુખાવો થાય છે. માથાના દુખાવા થવા પર ઘણા લોકો પેનકિલરનો ઉપયોગ કરે છે.

માથાના દુખાવામાં પેનકિલર સામાન્ય છે. ભલે પેનકિલર થોડીક જ ક્ષણોમાં દુખાવો ઓછો કરી દે પરંતુ એનાથી ગણા સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો પછી શું કરવું જોઇએ? માથાનો દુખાવો સહન કરતાં રહેવો જોઇએ? જી ના. અમે તમને જણાવી રહ્યા છીએ માત્ર 45 સેકન્ડમાં માથાના દુખાવો દૂર કરવાની જોરદાર રીત. એના માટે તમારે નાની એક્સરસાઇઝ કરવાની રહેશે.

માથાનો દુખાવો થવા પર આઇબ્રોની વચ્ચેની ભાગને દબાવો, ઓછામાં ઓછી 45 સેકન્ડ માટે એવું કરો. ત્યારબાદ તમે મહેસૂસ કરશો કે તમારો દુખાવો ઓછો થતો જોવા મળે છે. હકીકતમાં તમારી શરીરમાંથી પસાર થતી એનર્જી શરીરના 12 અલગ પોઇન્ટ્સથી પસાર થાય છે. આ પોઇન્ટ્સ શરીરના તમામ અંગોથી જોડાયેલા રહે છે. પોઇન્ટ્સને દબાવા પર એના સંબંધિત અંગ પર અસર પડે છે, આ રીતે એક્યૂ પ્રેશર કામ કરે છે. આવો જ એક પોઇન્ટ તમારી આઇબ્રોની વચ્ચેનો છે.

આઇબ્રોની વચ્ચેના પોઇન્ટને દબાવવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. એમાં માંસપેશિઓને આરામ મળે છે. માથામાં એન્ડોર્ફિન સ્ત્રાવિત થાય છે જેમાં દુખોવો ઓછો મહેસૂસ થાય છે. જો તમને માથું ના દુખતું હોય તો આ એક્સરસાઇઝ કરવાથી તમારી યાદશક્તિ પણ વધે છે અને આંખોના દુખાવોમાં આરામ મળે છે.

You might also like