ફોન ખોવાઇ ગયો છે? તો માત્ર સીટી અને તાળી વગાડો

ઘણીવાર એવું થતું હશે કે ફોનને ઘરમાં રાખીને તમે ભૂલી જાવ છો કે ક્યાં રાખ્યો છે. તેમાં પણ જો ફોન સાઇલેન્ટ મોડમાં હોય તો વધુ મુશ્કેલી પડે છે. ત્યારે તેમાં કોલ કરવાથી પણ કોઈ ફાયદો મળતો નથી. વાસ્તવમાં અમે આજે તમને એક એવી ટ્રીક જણાવી રહ્યા છીએ જેના ઉપયોગથી તમારો ખોવાયેલ અથવા આડા હાથે ક્યાંક મુકાઈ ગયેલ ફોન તાત્કાલિક મળી જશે. જો તમારો ફોન સાઇલેન્ટ મોડ પર હોય ત્યારે પણ સરળતાથી શોધી શકાશે. તમે તમારો ફોન તાળી વગાડી અથવા તો સિટી વગાડીને પણ શોધી શકશો.

Clap to find એપ:

એવી કેટલીક એપ્સ ગુગર પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે કે જેની મદદથી તમે તમારો ગૂમ થયેલો મોબાઇલ સહેલાઈથી શોધી શકો છો. જેમ કે ક્લેપ ટુ ફાઇન્ડ(Clap to find)નામની એપ્લિકેશન દ્વારા તમે તાળીની મદદથી પોતાનો ફોન શોધી શકો છો. આ એપ યુઝરની તાળીથી એક્ટિવ થાય છે અને તેમાં સાઉન્ડ, વાઈબ્રેશન અને ફ્લેશ મોડ આપવામાં આવ્યા છે. જ્યાં પહેલાથી તાળી પડતી હોય ત્યાં તમને ‘ક્લેપ પોઝ’ પણ કરી શકો છો.

Whistle Phone Finder:

જ્યારે બીજી આવી એક એપ છે ‘Whistle Phone Finder’ આ એપને પણ ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા તમે સીટી વગાડીને ફોનને શોધી શકો છો. આ એપ જો ફોનમાં હશે તો તે સિટિને ડિટેક્ટ કરીને કામ કરવા લાગશે. યુઝરની સિટિ સાંભળી એપ એક્ટિવેટ થશે અને રિંગ વાગવા લાગશે.જો તમે સેટિંગ્સમાં ફેરફાર કર્યા હશે તો ફોનમાં વાઇબ્રેશન અને ફ્લેશ પણ ઓન થઈ જશે. માની લો કે તમે કાર અને બાઇક રાઇડ કરતા હોવ અને તમારે ચેક કરવું છે કે ફોન ખિચ્ચામાથી નથી પડી ગયો તો બસ સિટિ વગાડશો કે ફોન વાઇબ્રેટ થશે અને તમે તમારા ફોન અંગે શ્યોર થઈ જશો.

You might also like