સિમકાર્ડ તમારા નામે રજિસ્ટર્ડ છે કે નહીં, તે માત્ર 3 સ્ટેપથી જાણી શકાશે

નકલી આઈડી પર સીમ ખરીદનારા લોકોની સંખ્યા વધતી જાય છે અને તેના કારણે ગુનાઓ પણ વધી રહ્યા છે. જો કે હવે તમે નવું સિમકાર્ડ ખરીદ્યું છે અને તમે જાણવા માગો છો કે તે કોના નામ પર રજિસ્ટર્ડ છે, તો તે જાણવાનો રસ્તો સરળ છે.

માત્ર ત્રણ સરળ સ્ટેપથી જ તમે આ જાણી શકો છો. જો કે તમારી પાસે તેના માટે સ્માર્ટફોન હોવો જરૂરી છે, કારણ કે આ જાણવા માટે એક એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. તમે આ બાબત તે જ કંપનીની મોબાઈલ એપથી જાણી શકો છો, જેનો નંબર તમે વાપરો છો. આઈડિયા, એરટેલ, વોડાફોન અને ડોકોમો સહિતની કંપનીઓની એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. તમામ કંપનીમાં રજિસ્ટર્ડ નામ જાણવાની પ્રોસેસ એક જ જેવી છે.

આ ત્રણ સ્ટેપથી જાણી શકાય છે કે સિમકાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છેઃ

– સૌ પ્રથમ તમે કંપનીની મોબાઈલ એપ ડાઉનલોડ કરો. જેમાં ડાઉનલોડની પરમિશન માગીને પ્રોસેસ કરવામાં આવશે. એપ ઈન્સ્ટોલ થઈ જાય એટલે તેને Allow આપી દો.

– જ્યારે એપ તમારા ફોનમાં ઈન્સ્ટૉલ થઈ જાય, ત્યારે તમારે તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. બાદમાં તમારી પાસે એક OTP માગવામા આવશે. જેના બાદ તમારું એકાઉન્ટ ખૂલી જશે.

– હવે માય એરટેલ એપમાં સૌથી ઉપર લેફ્ટ સાઈડમાં ખૂણા પર ત્રણ લાઈન દેખાશે. જે તમારી પ્રોફાઈલ છે. તમે પ્રોફાઈલમાં જશો તો જેના નામ પરથી નંબર હશે, તેનું નામ દેખાશે અને સાથે નંબર પણ દેખાશે.

You might also like