સંબંધ બનાવતી વખતે પાર્ટનરને અપાવો આ બાબતોનો અહેસાસ

દરેક રિલેશનીશીપમાં ઉતાર ચઢાવ આવતાં રહે છે. મોટાબાગના કપલ્સને પોતાની પ્રાઇવેટ લાઇફમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સેક્સ માટે મોટાભાગના લોકો ખુલીને વાત કરી શકતા નથી. , જો એ લોકા આ વાત પર ખુલીને વાતો કરે કો ઘણી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. આજે અમે તમને જણાવીશું એવી કેટલીક સિચ્યુએશન માટે કે કેવી રીતે એને હેન્ડલ કરી શકાય છે.

1. મોટાભાગના કપલ્સ સંબંધ બનાવતી વખતે તણાવમાં રહે છે. પોતાના પાર્ટનર સાથે આ વાત કરતાં જરા પણ ડરશો નહીં પરંતુ ખુલીને વાત કરો. એનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે.

2. લગ્ન બાદ કેટલાક કપલ્સ સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે. એવામાં એમને પર્સનલ સ્પેસ મળતી નથી. જો તમે પણ આવી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છો તો નાના નાના ચાન્સને હાથમાંથી જવા દેશો નહીં. આ ઉપરાંત સંબંધ બનાવતા પહેલા ફેમિલી માટે વાત કરશો નહીં.

3. સંબંધને સૌથી મોટી સમસ્યા એ જોવા મળે છે કે લોકો એના માટે પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરતાં નથી. તમે તમારા પાર્ટનરને જણાવો કે શું પસંદ છે અને શું પસંદ નથી. એનાથી સંબંધમાં રોમાન્સ વધશે.

4. આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકી જાય છે. જેના કારણે રાતે તેઓ સૂવાનું જ પસંદ કરે છે. તો બીજી બાજુ કેટલીક વખત એમનું મન પોતાના પાર્ટનર સાથે થોડોક રોમેન્ટિક સમય પસાર કરવાનું કહે છે પરંતુ થાકેલા હોવાને કારણે એ લોકા એવું કરી શકતા નથી. એવામાં તમે તમારા પાર્ટનરને પ્રેમથી હગ કરો અને પ્રેમની થોડીક ક્ષણો પસાર કરો.

5. જ્યારે પણ તમે તમારા પાર્ટનર સાથે હોવ છો તો વધારેમાં વધારે સમય એમની સાથે પસાર કરો. કેટલાક લોકો પાર્ટનરની સામે પણ ફોન પર લાગેલા હોય છે જેના કારણે એમની વચ્ચે અંતર આવી જાય છે.

http://sambhaavnews.com/

You might also like